09, માર્ચ 2021
નવી દિલ્હી,
ભારતના ક્રિકેટ બોર્ડના સચિન જય શાહે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એક મોટી ભેટ આપી છે. બોર્ડ સેક્રેટરીએ સોમવારે જાહેરાત કરી હતી કે ભારતીય મહિલાઓ આ વર્ષે ઇંગ્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમશે.
જય શાહે તેના ટિ્વટર પર લખ્યું, 'આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર જાહેરાત કરીને મને ખૂબ આનંદ થાય છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષના અંતે ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ સાથે એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. મને આશા છે કે ભારતીય મહિલા ટીમ ફરીથી સફેદ જર્સીમાં દેખાશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ૨૦૧૪ પછી પહેલીવાર કોઈ ટેસ્ટ મેચ રમશે. હાલમાં ભારતીય મહિલાઓ તેમના ઘરે દક્ષિણ આફ્રિકા સામે ૫ મેચની વનડે શ્રેણી રમી રહી છે. વનડે ટીમનું નેતૃત્વ મિતાલી રાજ કરે છે. વનડે પછી ટીમ ઈન્ડિયા મુલાકાતી દક્ષિણ આફ્રિકાથી ૩ મેચની ટી ૨૦ શ્રેણી રમશે, જેની કમાન્ડ હરમનપ્રીત કૌર કરશે.