મુબંઇ-
ઉત્તર પ્રદેશના હાથરાસમાં 20 વર્ષીય દલિત યુવતીની કથિત બળાત્કાર અને હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થવા અંગે દેશમાં ગુસ્સો છે. વિપક્ષી પાર્ટીઓ રાજ્યની યોગી આદિત્યનાથ સરકારને નિશાન બનાવી રહ્યા છે. ગુરુવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, જે પીડિત પરિવારને મળવા માટે હાથરસ જઈ રહ્યા હતા, તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી. શિવસેનાના નેતા સંજય રાઉતે આ અંગે કડક પ્રતિક્રિયા આપી હતી અને તેને દેશની લોકશાહીનો ગેંગ રેપ ગણાવ્યો હતો.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, "રાહુલ ગાંધી રાષ્ટ્રીય કક્ષાના રાજકારણી છે. અમારી કોંગ્રેસ સાથે મતભેદો હોઈ શકે છે, પરંતુ પોલીસ તેમની સાથે જે રીતે વર્ત્યો છે તેનાથી કોઈને સમર્થન નથી ... તેમનો કોલર પકડીને તેમને જમીન પર પછાડાવામાં આવ્યા. આ એક રીતે દેશની લોકશાહી પર ગેંગરેપ છે. તેની તપાસ થવી જોઇએ. "
Loading ...