લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, મે 2026 |
1881
અમદાવાદ અને આસપાસમાંથી પસાર થતા નેશનલ અને સ્ટેટ હાઈવે પર અકસ્માતોની ગંભીર સમસ્યા વર્ષ ૨૦૨૬માં પણ યથાવત જાેવા મળી રહી છે. દર વર્ષે માર્ગ અકસ્માતોમાં અનેક લોકોના મોત અને ગંભીર ઇજાના બનાવો સામે આવતા હોવા છતાં અનેક અકસ્માતઝોન વિસ્તારો હજુ પણ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ અકસ્માત અને રોડ અકસ્માતમાં મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે પ્રયાસો થતા હોય છે, અમદાવાદ ગ્રામ્યમાં ઓળખ કરાયેલા ૧૩ બ્લેક સ્પોટ પર ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૩૯ અકસ્માત થયાનું નોંધાયું છે.
માર્ગ અકસ્માતોને રોકવા અને અકસ્માતઝોન વિસ્તારોની ઓળખ માટે સરકાર દ્વારા જિલ્લા લેવલ રોડ સેફ્ટી કમિટી રચવામાં આવી છે. આ કમિટીમાં જિલ્લા કલેક્ટર, પોલીસ વિભાગ, ઇ્ર્ં, આરોગ્ય વિભાગ, ટ્રાફિક વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે. કમિટી દ્વારા દર વર્ષે એવા વિસ્તારોની ઓળખ કરવામાં આવે છે જ્યાં વારંવાર અકસ્માતો બનતા હોય અને જ્યાં તાત્કાલિક માર્ગ સુરક્ષા સુધારાની જરૂર હોય. અમદાવાદ જિલ્લામાં ૧૩ બ્લેક સ્પોટમાં દ્ગૐ-૪૭ અને અન્ય મહત્વના હાઈવે પરના અનેક વિસ્તારોનો સમાવેશ કરાયો છે. અસલાલી ત્રાણ રસ્તા, સાણંદ ચોકડી, રૂપાલ પાટિયા, રામનગર પાટિયા, માટોડા પાટિયા, ભગ્યોદય કેનાલ, કેરલા ય્ૈંડ્ઢઝ્ર બ્રિજ, મીઠાપુર પાટિયા, બેગવા ચોકડી, જખવાડા, સહીજ પાટિયા, બિડજ પાટિયા, ભમસરા ગ્રેન સ્પાન કંપની નજીકના વિસ્તારો સૌથી વધુ સંવેદનશીલ હોવાનું જણાયું છે.
આ અંગે અમદાવાદ ઇ્ર્ં અધિકારી નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે અકસ્માત પ્રભાવિત વિસ્તારોમાં સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. રોડ સેફ્ટી કમિટી દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. જ્યાં જરૂર છે ત્યાં સ્પીડ કંટ્રોલ, રિફ્લેક્ટર, સાઇનેજ અને ટ્રાફિક મેનેજમેન્ટ મજબૂત બનાવવા સૂચનાઓ આપવામાં આવી છે. બ્લેક સ્પોટ વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા સતત વધી છે. જેના કારણે હાઈવે પર ટ્રાફિક વધી રહ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે હેવી ટ્રક, કન્ટેનર અને ડમ્પર જેવા વાહનોની અવરજવર વધુ હોવાથી અકસ્માતનું જાેખમ વધી જાય છે. તે ઉપરાંત ઓવર સ્પીડિંગ પણ અકસ્માતોનું સૌથી મોટું કારણ બની રહ્યું છે.