વડોદરા,તા.૨૩ 

વડોદરા મહાનગર પાલિકા દ્વારા નવા સમાવિષ્ટ  કરાયેલ આઉટ ગ્રોથના સાત ગામોના નાગરિકોના ભારે વિરોધ વચ્ચે સાતે ગામોનો પ્રત્યક્ષ કબ્જો લઇ તમામ રેકોર્ડ કબ્જે કરી સીલ મારીને રાઉન્ડ ધ ક્લોક સિક્યુરિટી મૂકી દીધી છે.પાલિકાના કમિશ્નર નલિન ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ અને ડેપ્યુટી કમિશ્નર (વહીવટ) સુધીર પટેલની સીધી દેખરેખ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.જે ગામોમાં કાર્યવાહી કરવામાં આવી છે.એમાં ભાયલી, બિલ, ઉંડેરા, સેવાસી, કરોડિયા, વડદલા અને વેમાલીનો સમાવેશ થાય છે.

આ તમામ ગામોને પાલિકામાં સમાવવાનો રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે નિર્ણય લીધો હતો.જેના આધારે પાલિકા દ્વારા વિવિધ ઝોનને આ માટેની કામગીરી સોંપવામાં આવી હતી.જે પૈકી પૂર્વ ઝોનને વેમાલી,પશ્ચિમ ઝોનને ભાયલી,સેવાસી,બિલ,કરોડિયા,ઉંડેરા અને દક્ષિણ ઝોનને વડદલા ગ્રામ પંચાયતની જવાબદારી સોંપવામાં આવી છે.જેના તમામ રેકોર્ડ કબ્જે કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.આ તમામ રેકર્ડનો ચાર્જ મેળવનાર સબંધિત ઝોનના અધિકારીઓએ તેઓના હસ્તકના જે તે ઝોનના સ્ટાફની મદદ મેળવી ચાર્જ મેળવવાને માટેની જરૂરી વ્યવસ્થા ગોઠવી છે.તેઓએ મેળવેલ તમામ રેકોર્ડને વ્યવસ્થિત કબાટમાં ગોઠવીને તેની ચાવી સબંધિત ખાતાના અધિકારીઓએ પોતાની પાસે રાખી છે.આ ગ્રામ પંચાયતના કોર્ટ કેસ સબંધિત કાર્યવાહી એ.ઓ. (લીગલ),લીગલ એડવાઈઝર સંભાળશે.જયારે રાઉન્ડ ધ ક્લોક સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા એન્ક્રોચમેન્ટ રિમૂવલ એન્ડ સિક્યુરિટી ડાયરેક્ટર દ્વારા ગોઠવવામાં આવી છે.

કયા કયા રેકોર્ડ મેળવીને સીલ કરી દેવાયા

વડોદરામાં સમાવિષ્ઠ સાત ગામોના જે રેકોર્ડ મેળવીને સીલ કરવામાં આવ્યા છે.એ અંદાજે ૨૦ પ્રકારના રેકોર્ડમાં તમામ ઠરાવ બુકો, કેશબુકો, ચાલુ તથા અગાઉના તમામ વર્ષના તમામ બેન્ક એકાઉન્ટ્‌સના રેકોર્ડ,પાસબુક, એફડી તેમજ રોકાણોના દસ્તાવેજ, તમામ જવાબદારીઓ(દેવાઓ)ની વિગત પેન્ડિંગ બિલ સાથે, એન્જીનીયરીંગના ચાલુ કામોની ફાઈલો,નગરપાલિકાની તમામ મિલકતોની યાદી, હદ વિસ્તારનો નકશો,બાંધકામ પરવાનગી રજીસ્ટરો અને આનુસંગિક બાબતો,તમામ ખાતાઓના હાજરી પત્રક ચાલુ અને છેલ્લા છ માસના,સ્ટાફ પેટર્ન વર્ગ ૧ થી ૪ ના કર્મચારીઓની યાદી, મંજુર સ્ટાફનું શિડ્‌યૂલ, તમામ કર્મચારીઓની સર્વિસ બુકો, છેલ્લા છ માસના પગાર બીલો, જન્મ મરણ નોંધ રજીસ્ટરો અને આનુસંગિક દસ્તાવેજો, કોર્ટ કેસની વિગતો તથા એને લગતા દસ્તાવેજો, મિલકત વેરા,આકારની રજીસ્ટરો અને એના દસ્તાવેજો, ડેડ સ્ટોકની યાદી, વાહનોની યાદી તથા સીલ કરેલ રેકોર્ડના રૂમની તાળાઓની ચાવીઓનો સમાવેશ થાય છે.આ તમામ રેકોર્ડ સબંધિત વિભાગ દ્વારા કબ્જે લેવામાં આવ્યો છે.

કરોડિયા પંચાયતની કચેરીમાંથી કિંમતી સામાન રાતોરાત ગાયબ થયો

વડોદરા કોર્પોરેશનમાં સમાવિષ્ઠ કરોડિયા ગામની પંચાયત કચેરીમાથી કિંમતી સામાન રાતોરાત ગુમ બની ગયાની ફરિયાદ જિલ્લા તાલુકા વિકાસ અધિકારીને કરાઇ હતી. જાકે ફરિયાદ થતા પંચાયત કરેચીમાં સોફા - ખુરશી જેવો ભારે વહનનો સામાન રાતોરાત પરત આવી ગયો હતો. જ્યારે અન્જય ગુમ બનેલા સામાન માટે જિલ્લા પંચાયત તપાસ કરી પોલીસ ફરિયાદ દાખલ કરાવનાર હોવાનું જાણવા મળ્યું હતું. વડોદરા શહેરમાં સમાવિષ્ઠ કરાયેલા સાત ગામો વડદલા, બીલ, ભાયલી, સેવાસી, ઉંડેરા, કરોડિયા વિગેરેનો પરિપત્ર ગત ૧૮મી તારીખે આવ્યો હતો. ત્યાર બાદ બીજા જ દિવસની રાત્રે કરોડિયા ગ્રામ પંચાયત કચેરીમાં મુકાયેલું કોમ્પ્યુટર્સ, એર કંન્ડીશનર મશીન, ફ્રિઝ, સોફા, ખુરશી, ફિલ્ટર પંપ વિગેરે કિંમતી વસ્તુઓ રાતોરાત ગાયબ બની ગઇ હતી. પંચાયત ઓફિસમાંથી અચાનક ગાયબ બનેલા સામાન અંગે ગામમાં ચકચાર મચી જવા સાથે અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી. કરોડિયા ગામની મહિલા તાલુકા સદસ્યના પ્રતિ પરિમલ કાભઇસિંહ ચૌહાણે પંચાયત ઓફિસમાંથી અચાનક ગાયબ નબી ગયેલા સામાન અંગે જિલ્લા વિકાસ અને તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી ફરિયાદ કરી હતી અને આ બાબતે ઉંડી તપાસ કરવાની માગણી કરી છે. ત્યારે જિલ્લા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ થયાની જાણ થતાં જ સામાન ગુમ કરનાર વ્યકિત સોફા-ખુરશી જેવી ભારે વહનશીલ વસ્તુઓ પંચાયત કચેરીમાં પરત મુકી ગયા છે. જ્યારે એ.સી., કોમ્પ્યુટર્સ, ફ્રિઝ, સહિતની વસ્તુઓ હજુ પણ ગાયબ હોવાથી પંચાયતવિભાગ તપાસ કરી પોલીસમાં ચોરીનો ગુનો દાખલ કરાવનાર હોવાનું જાણવા મળ્યું હતું.