રાવણ અને મારીચનો પ્રસંગઃ જ્યારે પણ કોઇ ખરાબ વ્યક્તિ આપણી સામે નમી જાય ત્યારે આપણે વધારે સાવધાન થઇ જવું જોઇએ
27, જુન 2020 1188   |  

ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિત માનસમાં રાવણ અને મારીચનો એક પ્રસંગ ઉલ્લેખવામાં આવ્યો છે. આ પ્રસંગમાં રાવણ સીતાનું હરણ કરવાની ઇચ્છાથી મારીચ પાસે પહોંચે છે. તે મારીચની મદદથી સીતાનું હરણ કરવા માંગતો હતો. આ પ્રસંગમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, જ્યારે કોઇ ખરાબ વ્યક્તિ આપણી સામે નમી જાય છે ત્યારે આપણે સાવધાન થઇ જવું જોઇએ.

રાવણ સીતાનું હરણ કરવા માટે પોતાના મામા મારીચ પાસે પહોંચે છે અને પ્રણામ કરે છે. મારીચ રાવણને નમેલો જોઇને સમજી જાય છે કે, હવે ભવિષ્યમાં કોઇ સંકટ આવવાનું છે.

આ અંગે શ્રીરામચરિત માનસમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે-

नवनि नीच कै अति दुखदाई। जिमि अंकुस धनु उरग बिलाई।।

भयदायक खल कै प्रिय बानी। जिमि अकाल के कुसुम भवानी।।

આ ચોપાઇનો સરળ અર્થ એવો થાય છે કે, રાવણને આ રીતે નમેલો જોઇને મારીચ વિચારે છે કે, કોઇ નીચ વ્યક્તિનું નમન કરવું પણ દુઃખદાયી છે. મારીચ રાવણનો મામો હતો, પરંતુ રાવણ રાક્ષસરાજ અને અભિમાની હતો. તે વિના કારણે કોઇ સામે નમતો હતો નહીં. મારીચ આ વાત જાણતો હતો અને તેને નમવું કોઇ ભયંકર પરેશાનીનો સંકેત હતું. ત્યારે ભયભીત થઇને મારીચે રાવણને પ્રણામ કર્યાં.

મારીચ વિચારતો હતો કે, જે પ્રકારે કોઇ ધનુષ નમે છે તો તે કોઇ માટે મૃત્યુ રૂપી બાણ છોડે છે. જેમ કોઇ સાપ નમે છે તો તે ડંખવા માટે નમે છે. જેમ કોઇ બિલાડી નમે છે તો તે પોતાના શિકારને પકડવા માટે નમે છે. ઠીક તેવી જ રીતે રાવણ પણ મારીચ સામે નમ્યો હતો. કોઇ નીચ વ્યક્તિની મીઠી વાણી પણ ખૂબ જ દુઃખદાયી હોય છે. મારીચ સમજી ગયો હતો કે, હવે તેની સાથે કોઇ અશુભ દુર્ઘટના ઘટવાની છે.

રાવણ મારીચને સ્વર્ણ મૃગ બનીને સીતા સામે જવાનું કહે છે. મારીચ રાવણની વાત ટાળી શકતો નહીં. એટલે તે સોનાનું હરણ બનીને માતા સીતા સામે પહોંચી ગયો. સીતાએ સોનાનું હરણ જોઇને શ્રીરામને તે હરણ લાવી આપવા માટે કહ્યું. સીતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે શ્રીરામ હરણની પાછળ જતાં રહ્યાં. શ્રીરામના બાણથી મારીચ મૃત્યુ પામ્યો. થોડીવાર પછી લક્ષ્મણ પણ શ્રીરામની શોધમાં જતો રહ્યો અને રાવણે સીતાનું હરણ કરી લીધું.

આ પ્રસંગ પરથી જાણી શકાય છે કે, વ્યક્તિએ ખરાબ લોકોથી સાવધાન રહેવું જોઇએ. જ્યારે આવા લોકો આપણી સામે નમે છે 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution