લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, મે 2026 |
1980
દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ છૈં૧૭૩માં અધવચ્ચે ટેકનિકલ ખામી સર્જાતાં તેને બુધવારે સવારે પરત દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. બોઇંગ ૭૭૭-૩૦૦ ઈઇ એરક્રાફ્ટમાં સર્જાયેલી આ ખામી સમયે પ્લેનમાં આશરે ૨૩૦ જેટલા મુસાફરો સવાર હતા, જેમનો આબાદ બચાવ થયો છે.ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ અનુસાર, આ ફ્લાઇટે દિલ્હીથી ટેકઓફ કર્યા બાદ આશરે ૩ કલાકથી વધુનો સમય હવામાં રહ્યું હતું. પ્લેન જ્યારે ચીનની એરસ્પેસમાં હતું, ત્યારે જ તેમાં ટેકનિકલ ખામી હોવાનું માલૂમ પડ્યું હતું. પાઇલટે નિર્ધારિત પ્રોટોકોલ હેઠળ પ્લેનને તુરંત જ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તરફ ડાયવર્ટ કરવાનો ર્નિણય લીધો હતો. આખી પ્રક્રિયા દરમિયાન પ્લેન આશરે ૮ કલાક કરતાં વધુ સમય સુધી હવામાં રહ્યું હતું અને આખરે બુધવારે સવારે દિલ્હીમાં તેનું સેફ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.આ ગંભીર ઘટના અંગે એર ઇન્ડિયાના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, “૨૭ મેના રોજ દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઇટ છૈં૧૭૩ ટેકનિકલ ખામીના કારણે નક્કી કરેલી પ્રક્રિયા મુજબ દિલ્હી પરત ફરી છે.