ગોધરા, તા.૧૬

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ગોધરા વિધાનસભા બેઠકના ઉમેદવાર નું નામ જાહેરાત કરતાની સાથે કેટલાક તોફાની તત્વોએ મોડી સાંજે ગોધરા ના વિશ્વકર્મા ચોક ખાતે આવેલ કોંગ્રેસ કાર્યલય પર પથ્થરમારો કરતા મામલો તંગ બન્યો હતો અને કાર્યલયના કાચની તોડફોડ કરી નાશી છુટવામાં સફળ રહ્યા હતા આ બનાવની જાણ પોલીસ ને થતા પોલીસ કાફલો ધટના સ્થળે દોડી આવ્યો હતો પરીસ્થીતી નો તાગ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે મોડેમોડે પંચમહાલ વિધાનસભા ની ચાર બેઠકો પર પોતાના ઉમેદવાર ની જાહેરાત કરતા ગોધરા બેઠક પર રસ્મિતાબેન દુષ્યંતસિંહ ચૌહાણના નામની જાહેરાત થતા સ્થાનિક કોંગ્રેસી કાર્યકરોમાં નારાજગી જાેવા મળી હતી અને કેટલાક તોફાની તત્વોએ સમી સાંજે ગોધરા ના વિશ્વકર્મા ચોક ખાતે આવેલ કોંગ્રેસ કાર્યલય ને ટાર્ગેટ કરી પથ્થરમારો કરી કોંગ્રેસ કાર્યલયના કાચની તોડફોડ કરી નાશી છુટવામાં સફળ રહ્યા હતા ગોધરા બેઠક પર લધુમતિ સમાજનું પ્રભુત્વ હોવાથી માયનોરિટી ધ્વારા ટીકીટ ની માંગણી કરવામાં આવી હતી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ધ્વારા મહિલા ઉમેદવાર ને ટીકીટ ફાળવતા કોંગ્રેસી કાર્યકરોમાં નારાજગી હોવાનું સામે આવ્યું હતું બનાવની જાણ શહેર પોલીસ ને થતા પોલીસ કાફલો ધટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી પ્રદેશ કોંગ્રેસે ગોધરા બેઠક પર રસ્મિતાબેન ચૌહાણ હાલોલ બેઠક પરથી રાજેન્દ્ર પટેલ કાલોલ બેઠક પરથી પ્રભાતસિંહ ચૌહાણ અને શહેરા બેઠક પરથી ખાતુભાઈ પગીના નામની જાહેરાત કરી છે.