દિલ્હી-

રુસની વેકસીન સ્પૂતનિક-વી જૂન મહિનાના દેશભરના અપોલો હોસ્પિટલમાં મળવા લાગશે. આ વાતની જાણકારી અપોલો ગૃપએ આપી હતી. કંપનીના એક્સિક્યૂટિવ વાઈસ ચેરપર્સન શોભના કમિનેનીએ કહયું છે કે, અમારા હોસ્પિટલમાં અત્યાર સુધીમાં રસીના દસ લાખ ડોઝ લગાવવામાં આવ્યા છે. તેમાં ફ્રંટલાઈન વર્કર્સ, હાઈ રિસ્ક ગૃપ અને કોરપોરેટ કર્મચારીને પ્રાથમિકતા આપવામાં આવી છે. ભારતમાં સ્પૂતનિક-વી રસીનું ટ્રાયલ ફાર્મા કંપની ડો રેડ્ડીએ કર્યુ છે. 1 મેથી રસીને રસીકરણમાં જોડવામાં આવી છે. આ રસીનું ભારતમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન પણ કરવામાં આવનાર છે.