ગાંધીનગર-

આજે બપોરે CBSE ની 12 મી પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ...ગુજરાત બોર્ડ તરફથી વધુ એક પરિણામ જાહેર કરવામાં આવશે.આવતીકાલે એટલે ૩૧ જુલાઇએ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું  પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર મૂકવામાં આવશે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાનું પરિણામ ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરી શકશે તથા પ્રિન્ટ કરી શકશે. શાળાઓએ વિદ્યાર્થીઓને તેઓના પરિણામની ઝેરોક્ષ આપીને તેમના પરિણામની જાણ કરવાની રહેશે.

રાજય સરકારે ધો. 10ના નિયમિત વિદ્યાર્થીઓને પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધા પછી ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. એવામાં પહેલીવાર ધો. 12 બોર્ડમાં સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે 100 ટકા પરિણામ જાહેર કરાશે.