લખનૌ-

ઉત્તરપ્રદેશના શ્રમિકોને બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી ભેટ આપી છે. તેમણે આપત્તિ રાહત યોજના હેઠળ પ્રદેશના ૨૩ લાખ શ્રમિકોના ખાતામાં ૧-૧ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે. તે ઉપરાંત સીએમ યોગીએ અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે રજીસ્ટ્રેશન પોર્ટલની પણ શરૂઆત કરી છે.

તમને જણાવી દઈએ કે કોરોનાના કારણે પ્રભાવિત થનાર દિહાડી મજૂરોને યોગી સરકારે ૧ મહિના માટે એક હજાર રૂપિયા ભરણ પોષણ ભથ્થું આપવાનો ર્નિણય કર્યો છે. સીએમ આવાસ પર સાવારે ૧૧ વાગે સીએમ યોગીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશ રાજ્ય સહિત સુરક્ષા બોર્ડમાં અસંગઠિત ક્ષેત્રના મજૂરોને રજીસ્ટ્રેશન કરવા માટે ઉઉઉ.ેॅજજહ્વ.ૈહ પોર્ટલનો શુભારંભ કર્યો. જ્યાં તેમણે બાંધકામ કરતા શ્રમિકો માટે ૨૩૦ કરોડ ધનરાશિ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. કોરોના પર કાબુ મેળવવા માટે સરકારે આંશિક કોરોના કફ્ર્યુ લગાવવાનો ર્નિણય કર્યો છે. જેનાથી કોરોના સંક્રમણની રફતાર પર લગામ લગાવવામાં સફળતા મળે. પરંતુ તેની અસર રોજે મજૂરી કરતા લોકો પર, લારી ગલ્લા વાળાઓ પર અને ફેરી દુકાનદારો પર પડી. જેના માટે સીએમ યોગી આદિત્યનાથી એવા લોકોને એક હજાર રૂપિયા ભરણ પોષણ ભથ્થા માટે આપવાનો ર્નિણય કર્યો છે.