લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2026 |
1881
શું તમે ક્યારેય એવી જગ્યાનું નામ સાંભળ્યું છે, જ્યાં સૂર્ય ઘણા દિવસો સુધી આથમતો જ થતો નથી? જી હા, નોર્વેમાં એક એવું શહેર છે, જ્યાં ઉનાળામાં લગભગ ૭૦ દિવસ સુધી સૂર્ય તેના હોરીઝોનની ઉપર આવતો જ નથી.
દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જે પોતાની અનોખી કુદરતી ઘટનાઓ માટે જાણીતી છે. જી હા, નોર્વેનું હેમરફેસ્ટ પણ એવી જ ખાસ જગ્યાઓમાંનું એક છે. આ શહેર આર્કટિક સર્કલની ઉત્તર બાજુ આવેલું છે અને દુનિયાના સૌથી ઉત્તર તરફ આવેલા શહેરોમાં ગણાય છે. અહીં દર વર્ષે ઉનાળામાં એવી ઘટના બને છે, જેને જાેઈને પહેલીવાર આવનારા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આ સમય દરમિયાન લગભગ ૭૦ દિવસ સુધી સૂર્ય અસ્ત જ થતો નથી અને મધરાતે પણ દિવસ જેવું અજવાળું રહે છે.
હેમરફેસ્ટમાં આ ઘટના પૃથ્વીના ૨૩.૫ ડિગ્રીના ઝુકાવ ને કારણે થાય છે. જ્યારે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે, ત્યારે ઉનાળામાં ઉત્તર ધ્રુવ તરફનો ભાગ સતત સૂર્ય તરફ નમેલો રહે છે. તેના કારણે આર્કટિક સર્કલની ઉપર આવેલા વિસ્તારોમાં ઘણા દિવસો સુધી સૂર્ય ક્ષિતિજની નીચે નથી જતો. આ કુદરતી ઘટનાને મિડનાઇટ સન (સ્ૈઙ્ઘહૈખ્તરં જીેહ) કહેવામાં આવે છે.
ક્યાં સુધી જાેવા મળે છે મિડનાઇટ સન? - હેમરફેસ્ટમાં સામાન્ય રીતે ૧૬ મે થી ૨૭ જુલાઈ વચ્ચે લગભગ ૭૦ થી ૭૫ દિવસ સુધી સૂર્ય સતત દેખાય છે. આ સમય દરમિયાન રાત્રે ૧૨ વાગ્યે પણ આકાશમાં ઉજાસ રહે છે. લોકો ટોર્ચ વગર બહાર ફરી શકે છે અને મધરાતે પણ ટ્રેકિંગ, ફોટોગ્રાફી અથવા અન્ય પ્રવૃત્તિઓનો આનંદ માણે છે. તેની વિરુદ્ધ શિયાળામાં અહીં પોલર નાઈટ જાેવા મળે છે, જ્યારે ઘણા અઠવાડિયા સુધી સૂર્ય તેના હોરીઝોનની ઉપર આવતો જ નથી. આર્કટિક સર્કલની ઉપર આવેલા વિસ્તારોમાં ઘણા દિવસો સુધી સૂર્ય ક્ષિતિજની નીચે નથી જતો. આ કુદરતી ઘટનાને મિડનાઇટ સન કહેવામાં આવે છે.
ક્યાં સુધી જાેવા મળે છે મિડનાઇટ સન? - હેમરફેસ્ટમાં સામાન્ય રીતે ૧૬ મે થી ૨૭ જુલાઈ વચ્ચે લગભગ ૭૦ થી ૭૫ દિવસ સુધી સૂર્ય સતત દેખાય છે. આ સમય દરમિયાન રાત્રે ૧૨ વાગ્યે પણ આકાશમાં ઉજાસ રહે છે.
પ્રવાસીઓ માટે કેમ છે ખાસ? - મિડનાઇટ સન જાેવા માટે દર વર્ષે દુનિયાભરમાંથી હજારો પ્રવાસીઓ હેમરફેસ્ટ આવે છે. અહીં લોકો મધરાતે સૂર્ય સાથે ફોટા પાડે છે, પહાડોમાં ટ્રેકિંગ કરે છે અને દરિયાકાંઠે ઉભા રહી આ અનોખા નજારાનો આનંદ માણે છે. આ અનુભવ દુનિયાની ગણતરીની કેટલીક જગ્યાઓ પર જ જાેવા મળે છે, તેથી આ સ્થળ ટ્રાવેલ લવર્સની બકેટ લિસ્ટમાં સામેલ રહે છે.
કુદરતનો અનોખો ચમત્કાર - હેમરફેસ્ટની આ ઘટના કોઈ ચમત્કાર નથી, પરંતુ પૃથ્વીની ગતિ અને તેના ઝુકાવનું પરિણામ છે. છતાં પહેલીવાર તેને જાેનારા લોકો માટે આ કોઈ જાદુથી ઓછું નથી. એટલા માટે નોર્વેનું આ નાનું શહેર દુનિયાભરમાં ‘મિડનાઇટ સન’ માટે પ્રખ્યાત છે અને દર વર્ષે લાખો લોકોને પોતાની તરફ આકર્ષે છે.