લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, મે 2026 |
1881
શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડામવા તંત્ર હવે સફાળુ જાગ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂનની સઘન કામગીરી ડેન્ગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો સામે હાથ ધરવામાં આવી છે. શહેરમાં રોગચાળો અટકાવવા માટે પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત આરોગ્ય શિક્ષણ મારફતે કોમ્યુનિટી સ્તરે લોકજાગૃતિ કાર્યક્રમોનું સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત વિવિધ સ્થળોએ ૈંઈઝ્ર એક્ટિવિટીઝનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
વર્ષ ૨૦૨૫ દરમિયાન શહેરમાં ડેન્ગ્યૂના કુલ ૧૫૯૧ કેસ નોંધાયા હતા, જેમાં ૧૩૪૭ સરકારી હોસ્પિટલમાં અને ૨૪૪ ખાનગી હોસ્પિટલમાં કેસોનો સમાવેશ થાય છે. જ્યારે મલેરિયાના ૭૮૪ અને મલેરિયાના ૧૭૭ કેસ નોંધાયા હતા. જયારે વર્ષ ૨૦૨૬માં જાન્યુઆરીથી અત્યાર સુધી ડેન્ગ્યૂના કુલ ૧૧૦ કેસ નોંધાયા છે, જેમાં ૧૦૪ સરકારી અને ૬ ખાનગી કેસોનો સમાવેશ થાય છે. મલેરિયાના કુલ ૫૪ અને મલેરિયાના ૧૧ કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર ગયા વર્ષની સરખામણીએ સતત સુપરવિઝન અને મોનિટરિંગને કારણે કેસોમાં ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૫૭૭ મોસ્કીટો બ્રિડીંગ સ્પોટ્સને ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જ્યારે ૮૮ કન્સ્ટ્રક્શન સાઇટ્સને નોટિસ અને પેનલ્ટી ફટકારવામાં આવી છે. હાલ શહેરમાં કુલ ૨૭૪ ફોગીંગ મશીન ઓપેરશનલ છે. વર્ષ ૨૦૨૫માં કુલ ૧૭,૬૫,૦૪૭ અને વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધી ૬,૫૩,૧૪૮ બ્લડ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખયની છે કે,ડેન્ગ્યૂ પોઝિટિવ રેટ એટલે ડેન્ગ્યૂ ટેસ્ટ કરાવનારામાંથી કેટલા લોકો પોઝિટિવ આવ્યા તેની ટકાવારી, જ્યારે મલેરિયા સ્લાઈડ પોઝિટિવિટી રેટ એટલે મેલેરિયા તપાસ માટે લેવામાં આવેલી બ્લડ સ્લાઈડ્સમાંથી કેટલામાં મેલેરિયા પરજીવી મળ્યા તેની ટકાવારી. એએમસી દ્વારા બિનવારસી ટાયરો, ભંગાર અને પાણી ભરાઈ રહે તેવા સ્ક્રેપના કલેક્શન અને દૂર કરવાની કામગીરી અમલમાં મૂકવામાં આવી રહી છે. તળાવોમાંથી વેજીટેશન અને કચરો દૂર કરવાની કામગીરીનું પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, શહેરના મોટા સરકારી, અર્ધસરકારી એકમો, મ્યુનિસિપલ કોર્પોરેશનના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક એકમો, હોસ્પિટલો તેમજ કોમર્શિયલ એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વોર્ડ અને ઝોન મુજબ સમગ્ર કાર્યક્ષેત્રને પેટા વિભાગોમાં વહેંચી દરરોજની કામગીરી માટે સીમારેખા દર્શાવતા નકશાઓ તૈયાર રાખવામાં આવ્યા છે. જ્યાં મચ્છરોનું બ્રીડીંગ વધુ પ્રમાણમાં જાેવા મળે છે તેવા વિસ્તારો અને એકમોનું અલગથી મેપિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કેચપીટ અને ગટરો કચરામુક્ત રહે તથા પાણી ન ભરાય તે માટે સુપરવિઝન સાથે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ વાહકજન્ય રોગ નિયંત્રણ માટે જરૂરી જંતુનાશક દવાઓ, સાધનસામગ્રી અને મશીનરી પૂરતી માત્રામાં ઉપલબ્ધ રહે અને કાર્યરત સ્થિતિમાં રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. તાવ અને મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના પોઝિટિવ કેસોમાં તાત્કાલિક રોગ નિયંત્રણ અને અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. ફરિયાદો વધુ આવતી હો ય તેવા વિસ્તારોમાં એક્ટિવિટી અને જનજાગૃતિ દ્વારા ફરિયાદોના નિકાલ માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.