દિલ્હી-

સમગ્ર વિશ્વમાં કોવિડની મહામારી ફેલાયેલી હોવા છતાં અમે આટલી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને વીઝા આપ્યા હતા એમ મિશન દ્વારા બહાર પાડવામાં આવેલી એક સત્તાવાર અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું. ભારત ખાતે કામ કરતાં યુનાઇટેડ સ્ટેટ્‌સ (યુએસ) મિશન નિ િન્ડિયાએ સોમવારે જાહેર કર્યું હતું કે તેની એમ્બેસી કચેરી અને કોન્સ્યૂલેટ કચેરીઓએ ૨૦૨૧ના વર્ષમાં અત્યાર સુધી ૫૫ હજાર ભારતીય વિદ્યાર્થીઓને સપ્ટેમ્બરથી શરૂ થતાં ફોલ (પાનખર) સેમિસ્ટર માટે સ્ટુડન્ટ વીઝા આપ્યા હતા જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

અમેરિકામાં અબ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓની ઘેલછાને ધ્યાનમાં લેતાં યુેસ મિશન વિન્ટરથી શરૂ થતાં ેટલે કે ૧ લી જાન્યુઆરીથી શરૂ થતાં સેમિસ્ટર માટે પણ ઘણી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ વીઝા માટે અરજી કરશે એવી આશા રાખી રહ્યું છે. અમારી એમ્બેસી કચેરી અને કોન્સ્યૂલેટ કચેરીઓના પ્રયાસો થકી અમે અત્યાર સુધી ભારતના ૫૫૦૦૦ વિદ્યાર્થીઓને અને એક્સચેંજ પ્રોગ્રામ અંતર્ગત અમેરિકા આવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વીઝા ઇસ્યુ કર્યા હતા અને હજુ પણ દરરોજ વધુને વધુ વિદ્યાર્થીઓને વીઝા ાપવાનું ચાલું છે. અમેરિકાની એમ્બેસી અને કોન્સ્યૂલેટ કચેરીઓ ફોલ સેમિસ્ટર માટે સામાન્ય રીતે મે મહિનામાં ઇન્ટરવ્યૂ શરૂ કરતી હોય છે પરંતુ આ વર્ષે કોવિડની મહામારીના પગલે કોન્સ્યૂલેટ કચેરીઓની ટીમ માટે ેક મોટો પડકાર ઉભો થયો હતો. કોરોનાની બીજી લહેરના કારણે આ કચેરીઓને તેઓના ઇન્ટરવ્યૂની પ્રક્રિયા બે મહિના પાછી ઠેલવી પડી હતી, પરંતુ જુલાઇમાં કોરોનાનો પ્રકોપ ધીમો પડતા અને કચેરીઓના સ્ટાફ અને ાવનાર મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓના આરોગ્ય સામેનું જાેખમ ઓછું થતાં તેઓએ ઇન્ટરવ્યૂ લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને તમામ કચેરીઓના સ્ટાફે ખુબ જ ઝડપથી આ પ્રક્રિયા હાથ ધરી જેના કારણે કોવિડ પહેલાં આવેલી અરજીઓનો પણ નિકાલ કરી નાંખ્યો હતો એમ મિશનની અખબારી યાદીમાં કહેવામાં ાવ્યું હતું. તે ઉપરાંત આ કચેરીઓએ સપ્ટેમ્બરથી શરૂ થતાં સેમિસ્ટરમાં ભારતીય વિદ્યાર્થીઓ સમયસર પોતાની કોલેજ કે યુનિવર્સિટિઓમાં પહોચી જઇ અભ્યાસ શરૂ કરી દે તે માટે તેઓએ કામકાજના કલાકો પણ વધારી દીધા હતા અને આવેલી ્રજીઓ પૈકી લાયક ઠરતા તમામ વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વીઝા મળી જાય તેની વિશેષ કાળજી લેવામાં આવી હતી.