મધ્ય ગુજરાતના ૮ જિલ્લાની ગ્રામપંચાયતોનું પરિણામ :  વિજેતા થયેલા સરપંચોએ ઉજવણી કરી, વિજય સરઘસ નીકળ્યા
25, જુન 2025 દાહોદ   |   1485   |  


ગુજરાતની ગ્રામ પંચાયતો માટે ૨૨ જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ છે. સવારથી ૯ વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે.

રાજ્યમાં કુલ ૮૩૨૬ ગ્રામપંચાયતોની ચૂંટણી થવાની હતી, જેમાંથી ૪૫૬૪ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ૩૫૨૪ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ હતી. સામાન્ય હેઠળની ચૂંટણી હેઠળની ૪૫૬૪માંથી ૭૫૧ ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. ત્યારબાદની ૩૫૪૧માંથી ૨૭૨ ગ્રામ પંચાયતોમાં બેઠકો બિનહરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી થઇ નથી.

બીજી તરફ પેટા ચૂંટણી હેઠળની કુલ ૩૫૨૪ ગ્રામ પંચાયતો પૈકી બેઠકો બિનહરિફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના કારણે બેઠક ખાલી રહેલ હોય તેવી કુલ ૩૧૭૧ ગ્રામ પંચાયતો બાદ કરતાં ૩૫૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી.

ગુજરાતની ગ્રામ પંચાયતો માટે ૨૨ જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ થયા હતા રાજયમાં કુલ ૨૩૯ સ્થળોએ ૧૦૮૦ હોલમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે. જેમાં ૨૭૭૧ ટેબલનો ઉપયોગ થયો છે. મતગણતરી પ્રક્રિયા માટે ૧૩,૪૪૪ કર્મચારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ૧૪,૨૩૧ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૩,૪૩૧ વર્ગ-૪ ના કર્મચારીઓ પણ ફરજ પર રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ૮ જિલ્લામાં પણ મતગણતરી કરવામાં આવી રહી છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતગણતરી માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી, દરેક જિલ્લા અને તાલુકા મથકો પર મતગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા હતા. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતગણતરી સુનિશ્ચિત કરવા માટે મતગણતરી કેન્દ્રો પર અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર મતગણતરી પ્રક્રિયા ઝ્રઝ્ર્ફ કેમેરાની દેખરેખ હેઠળ થઈ રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution