દુનિયાના સૌથી મોંઘા ઘોડાનું અપહરણ! Shergar Mystery 1983 – આજે પણ અણઉકેલ રહસ્ય
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, માર્ચ 2026 | 2574
આ દુનિયામાં કેટલાક પળો એવા હોય છે, જે સમયને ચીરીને ઇતિહાસમાં અંકિત થઈ જાય છે. કેટલાક વિજય એવા હોય છે, જે માત્ર જીત નહીં, પરંતુ દંતકથાનો જન્મ બને છે. અને કેટલાક ગુનાઓ એવા હોય છે, જે માત્ર અપરાધ નહીં, પરંતુ રહસ્યના અંધકારમાં સદાકાળ માટે ખોવાઈ જાય છે. અને આજે અમે પણ તમને એક એવા અશ્વની કહાની સંભળાવવા જઈ રહ્યા છીએ કે જે માત્ર એક ઘોડો નહોતો. તે ગૌરવ હતો. તે ગતિનું પ્રતિક હતો. તે શક્તિ, શાન અને શોખનું જીવંત સ્વરૂપ હતો. આ એક એવા અશ્વની વાત છે, જેની તોલે કોઈ આવી શકે તેમ નહોતું. તેનું નામ હતું — શેરગર. શેરગર નામનો ઘોડો દુનિયાનો સૌથી પ્રસિદ્ધ અને મૂલ્યવાન અશ્વ હતો. શેરગર..
. એક એવું નામ, જે આજે પણ હોર્સ રેસિંગની દુનિયામાં ગૌરવ અને દુઃખ બંને સાથે ઉચ્ચારવામાં આવે છે. એક એવો ઘોડો, જેણે દોડના મેદાનમાં એવી કમાન ચલાવી કે બાકી બધા ઘોડા દૂર દૂર રહી ગયા. અને એક એવો ઘોડો, જેને એક કડકડતી રાત્રે હથિયારબંધ લોકો તેની જ શાનદાર જીંદગીમાંથી છીનવી લઈ ગયા. તો આજે અમે લઈ આવ્યા છીએ એક એવી હકીકત, જે માત્ર રમતગમતની દુનિયા સુધી સીમિત નથી, પરંતુ રાજકીય અશાંતિ, આંતરરાષ્ટ્રીય અપરાધ, કરોડો પાઉન્ડના દાવ અને એક એવા અશ્વની કરુણ ગાથા સાથે જોડાયેલી છે, જેને ગતિનો રાજા ગણાતો હતો, જેની જીતે બ્રિટન અને આયર્લૅન્ડને એક સાથે ઝૂમી ઉઠવા મજબૂર કરી દીધા હતા, અને જે એક રાત્રે અચાનક ગાયબ થઈ ગયો, જાણે ધરતી ફાટી ગઈ હોય અને તેને ગળી ગઈ હોય, આ છે કહાની દુનિયાના સૌથી પ્રસિદ્ધ અને સૌથી મૂલ્યવાન રેસહોર્સ—શેરગર—ની છે. એક એવો અશ્વ જે માત્ર ઘોડો નહોતો, પરંતુ એક બ્રાન્ડ હતો, એક રોકાણ હતો, એક રાજકીય ચર્ચાનો કેન્દ્ર હતો, અને અંતે એક એવું રહસ્ય બની ગયો,
જે ચાર દાયકાથી વધુ સમય બાદ પણ ઉકેલાઈ શક્યું નથી, જેને દુનિયાએ રાજાની જેમ વખાણી અને પછી અંધકારમાં ગુમાવી દીધો. હવે આ સમગ્ર ઘટના પર આપણે વિગતવાર વાત કરી તો મી. રી. મુ, શેરગરની વંશાવળીમાં ઝડપ, સ્ટેમિના અને જીતનો વારસો હતો. બાળપણથી જ તેના શરીરમાં એક ખાસ લય હતી. તેની ચાલમાં ગર્વ હતો. તેની આંખોમાં ચમક હતી. ટ્રેનરો કહેતા કે આ ઘોડામાં કંઈક અસાધારણ છે. અને જ્યારે શેરગર દોડના મેદાનમાં પ્રથમ વખત ઉતર્યો, ત્યારે કદાચ કોઈએ કલ્પના પણ ન કરી હોય કે આ નામ એક દિવસ ઇતિહાસમાં અંકિત થઈ જશે. 1981નું વર્ષ. હોર્સ રેસિંગની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત રેસોમાંની એક — એપ્સમ ડર્બી. જે 246 વર્ષનો ઇતિહાસ ધરાવતી દોડ છે. અહીં જીતવું એટલે અશ્વને અમર બનાવી દેવું. અને એ દિવસે શેરગર માત્ર જીત્યો નહીં.