ગાંધીનગરના સેક્ટર 21 વૈજનાથ મહાદેવ મંદિરમાં ચોરી, ઘટના CCTVમાં કેદ
21, ઓક્ટોબર 2020

ગાંધીનગર-

શહેરમાં અનેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમ છતાં તસ્કરો પોતાની મનની ઇચ્છાઓ પૂરી કરી રહ્યા છે. શહેરીજનોના મકાનોમાં ચોરી કરનાર તસ્કરો ભગવાનના મંદિરને પણ છોડતા નથી. ત્યારે વૈજનાથ મહાદેવ મંદિરમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. મંદિરમાં ગર્ભ ગૃહમાં શિવલિંગ ઉપર મૂકવામાં આવેલો નાગ ગણેશજીની મૂર્તિ અને સિંહાસનની ચોરી કરી પલાયન થતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બાબતે મંદિરના પૂજારી બકાભાઈ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મંદિરમાં ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. મોઢે માસ્ક પહેરીને આવેલો એક તસ્કર ચોરી કરીને પલાયન થતો જોવા મળી રહ્યો છે. આ બાબતે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી છે.ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ નથીબીજી તરફ સેક્ટર 21 પોલીસ સ્ટેશનના પીએસઓ સાથે ટેલિફોનિક વાત કરતા તેમને ઘટના ઉપર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ બાબતે કોઈ જ ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ નથી. પોલીસ દ્વારા પોતાની છબી ખરડાય નહિ તે માટે ઘટનાઓ જણાવવામાં આવતી નથી. આ પહેલી ઘટના નથી અગાઉ પણ અનેક વખત આ પ્રકારની ઘટના ઉપર પડદા પાડવામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution