/
સ્ત્રીઓની તુલનામાં પુરુષોમાં કોરોના સાથે લડનારા એન્ટીબોડી વધારે

સાર્સ કોવ-2 વાયરસના ખાત્મામાં કારગત એન્ટીબોડી પુરુષોના શરીરમાં વધુ બને છે, આ સ્થિતિમાં તે કોરોનાથી સંક્રમીત દર્દીઓના ઈલાજ માટે બહેતર પ્લાઝમા ડોનર (દાતા) સાબીત થઈ શકે છે.એનએચએસ વિશેષજ્ઞ કોવિડ-19ને માત આપનાર પુરુષોને રકતદાન કરવા માટે ખૂબ જ અપીલ કરે છે.

તેમણે 43 ટકા પુરુષ અને 29 ટકા મહિલા દર્દીઓના લોહીમાં કોરોના વાયરસની સામે પ્રતિરોધક ક્ષમતા વિકસીત કરનાર એન્ટીબોડીની હાજરી નોંધી છે. વિશેષજ્ઞો એનએચએસ કોરોનાના ઈલાજમાં ‘પ્લાઝમા થેરેપી’ની અસર ચકાસવાની કોશીશમાં લાગ્યા છે. તેઓ દેશભરના 3500 સંક્રમીતોને કોવિડ 19માંથી સ્વસ્થ કરનાર દર્દીઓનું લોહી ચડાવવાની તૈયારીમાં છે. 

આ કારણે થાય છે નિર્માણ: એનએચએસમાં એસોસીએટ પ્રોફેસર ડેવિડ રોબર્ટસ કહે છે કે, જો કે કોરોના પુરુષો માટે વધારે ઘાતક એટલે તેમના શરીરમાં વધારે એન્ટીબોડી બનવા સ્વાભાવિક છે. અન્ય પદ્ધતિ કરતા સસ્તી ટેકનીક: ‘પ્લાઝમા થેરાપી’ના બે ફાયદા છે. પ્રથમ, સંક્રમણમાંથી બહાર આવેલા દર્દીઓના લોહીમાંથી તે ઓછા સમયમાં આસાનીથી મળી જાય છે. બીજું, રસીની શોધ, પરીક્ષણ અને નિર્માણ જેટલો ભારે ખર્ચ નથી આવતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution