લોકસત્તા ડેસ્ક
નાના બાળકોની મમ્મીઓની માત્ર એક જ ફરિયાદ હોય છે અને તે છે 'મારો દીકરો કે દીકરી શાક ખાતા નથી'. નાના હોય કે મોટા દરેકે શાક ખાવાનું જરૂરી છે. તેમાંથી જરૂરી એવા પોષક તત્વો મળે છે. બાળકોને મનાવ્યા બાદ પણ જો તેઓ શાક ના ખાઈ તો તમે તેને વેજિટેબલ લોલીપોપ બનાવી આપજો. શીખી લો રેસિપી.
સામગ્રી
5 નંગ બાફેલા બટાકા
1 નંગ બારીક સમારેલું લીલું કેપ્સિકમ
1/2 કપ બાફેલા વટાણા
2 નંગ બારીક સમારેલી ડુંગળી
1/2 ચમચી આદુનું છીણ
1/2 ચમચી લાલ મરચું પાઉડર
સ્વાદાનુંસાર મીઠું
1 ચમચી સમારેલી કોથમીર
3 ચમચી બારીક સમારેલું ગાજર
1/2 ચમચી જીરું પાઉડર
1/2 ચમચી આમચૂર પાઉડર
1/2 ચમચી ગરમ મસાલો
2 ચમચી કોર્ન ફ્લોર
2 ચમચી બ્રેડ ક્રમ્સ
તળવા માટે તેલ
બનાવવાની રીત
૧.બાફેલા બટાકાને છીણી લો. એક મોટો બાઉલ લો. તેમાં છીણેલા બટાકાનો માવો, સમારેલું કેપ્સિકમ, સમારેલું ગાજર, બાફેલા વટાણા, ડુંગળી, આદુનું છીણ, લાલ મરચું પાઉડર, મીઠું, સમારેલી કોથમીર, જીરુ પાઉડર, આમચૂર પાઉડર તેમજ ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લો અને મિશ્રણ તૈયાર કરી લો.
૨.મિશ્રણ તૈયાર થઈ જાય એટલે હાથની મદદથી તેમાંથી નાના-નાના બોલ્સ વાળી લો. તેમાં વચ્ચે મોટી ટૂથ પિક સ્ટિક લગાવી દો. જો તમારી પાસે તે નથી તો તમે બોલ્સને એમ પણ રાખી શકો છો.
૩.એક બાઉલમાં કોર્ન ફ્લોર અને થોડું પાણી લઈને સ્લરી તૈયાર કરી લો. આ સ્લરીમાં તૈયાર કરેલા બોલ્સને ડિપ કરી લો. બાદમાં તેને બ્રેક ક્રમ્સમાં રગદોળી દો.
૪.એક પેનમાં તેલ ગરમ કરી લો. તેમાં બોલ્સને ક્રિસ્પી બાઉન કલરના થાય તેવા તળી લો. બોલ્સ તળાય જાય એટલે તેને પ્લેટમાં લઈ લો. તો તૈયાર વેજિટેબલ લોલીપોપ. તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
Loading ...