12, જુલાઈ 2020
જે પ્રકારે ભારતમાં વાસ્તુ પ્રચલિત છે, ઠીક તેવી જ રીતે ચીનમાં ફેંગશુઈનું ચલણ છે. ફેંગશુઈ પોઝિટિવ અને નેગેટિવ એનર્જી ઉપર આધારિત છે. જો ઘરમાં પોઝિટિવ એનર્જી હોય તો મન પ્રસન્ન રહે છે અને વિચારોમાં પોઝિટિવિટી જળવાયેલી રહે છે. નેગેટિવ એનર્જીના કારણે માનસિક તણાવ વધે છે અને કાર્યોમાં મન લાગતું નથી. કોલકાતાની વાસ્તુ નિષ્ણાત ડો. દીક્ષા રાઠી પ્રમાણે ઘરમાં પોઝિટિવિટી વધારવા માટે ઘરમાં ફેંગશુઈના સિક્કા રાખી શકો છો.
બજારમાં ફેંગશુઈના લાલ રિબિનમાં બાંધેલાં 3 અને 5 સિક્કા સરળતાથી મળી જાય છે. આ સિક્કા પીત્તળથી બનેલાં હોય છે અને લાલ રિબિનમાં ગૂંથેલાં હોય છે. આ સિક્કા પ્રાકૃતિક તત્વોને સંતુલિત કરે છે, જેનાથી આ સિક્કાની આસપાસ પોઝિટિવિટી વધે છે.
ફેંગશુઈમાં લાલ રિબિનમાં બાંધેલાં સિક્કા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિક્કા ઘરની નેગેટિવ એનર્જીને દૂર કરે છે અને પોઝિટિવિટી વધારે છે. ઘરના મુખ્ય દરવાજાની અંદર લાલ રિબિનમાં બાંધેલાં ત્રણ સિક્કા લટકાવવા જોઇએ. જેથી ઘરનું વાસ્તુદોષ દૂર થાય છે.
વેપારીઓએ તેમની દુકાન અથવા ઓફિસમાં ઉત્તર દિશાના દરવાજામાં લાલ રિબિનમાં બાંધેલાં ત્રણ સિક્કા લટકાવવા જોઇએ.
માનસિક તણાવ દૂર કરવા અને સારી ઊંઘ લેવા માટે બેડરૂમની બારી ઉપર લાલ રિબિનમાં બાંધેલાં સિક્કા લટકાવવા જોઇએ.