લોકસત્તા ડેસ્ક-

કોરોના વાયરસ કોવિડ-૧૯ વિશ્વનાં તમામ દેશોનાં લોકો માટે પરેશાની બન્યો છે. છેલ્લા ૨ વર્ષથી તમામ લોકોને વિવિધ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની દિન-પ્રતિદિનની ક્રિયાઓમા પણ બદલાવ આવી રહ્યો છે કોવિડ-૧૯ નાં કારણે તમામ દેશોની સરકાર લોકડાઉન લગાવવા માટે મજબૂર બની હતી, આવી પરિસ્થિતિમાં લોકો ઘરેથી કામ કરવાં માટે મજબૂર થયા છે. WFH માં દરેક વ્યક્તિ ૮ કલાકથી પણ વઘુ સમય એક જગ્યાએ બેસીને કામ કરવા માટે મજબૂર થયા છે. મેદસ્વી બનવાની સાથે સાથે તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે.

 જિમ, પાર્ક જેવી જાહેર જગ્યાઓ ઉપરાંત આઉટડોર પ્રવૃત્તિઓ જેમકે સાઇકલિંગ, જોગિંગ, વૉકિંગ બંધ થવાનાં કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે. નિષ્ણાંતોના કહ્યા પ્રમાણે કામ અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવા માટે કેટલાક વર્કઆઉટ છે કે જે WFH રેજીમમાં સરળતાથી સામેલ કરી શકાય છે.

તમારા દિવસની શરૂઆતમાં અનુલોમ વિલોમ, પ્રાણાયમ જેવી શ્વાસ લેવાની કસરતો કરવાથી ધ્યાન કેન્દ્રિત થશે અને તણાવમુક્ત રહેવામાં મદદ મળશે. જે આપણા માટે ખૂબજ મહત્વનું છે. મોટાભાગની મીટિંગ્સ કોન્ફરન્સ કોલમાં થતી હોય છે, અને લાંબા સમય માટે બેસી રહેવાનુ થાય છે. આ સમયે સક્રિય રહેવા માટે વર્ક પ્લેસ પર ફરતા ફરતા કોલ લેવાનુ શરૂ કરી શકો છો, જેથી તમારા રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ મળશે.

ચાલવાથી શરીરમાં તંદુરસ્ત એન્ડોર્ફિન હેપ્પી હોર્મોન્સ રીલિઝ થાય છે. બોટલ સાથે લઈને બેસવાને બદલે તમે પાણી માટે રસોડામાં જઈ પોતાના પગલા વધારી શકો છો. વચ્ચે વચ્ચે બ્રેકમાં સ્ક્રીન ટાઇને થોડા ક્વીક સ્ટ્રેચથી બદલો જે મગજ અને શરીર માટે ફાયદાકારક છે. જે માંસપેશીઓ અને જોઈન્ટસને જરૂરી મુવમેન્ટસ આપશે. એકસાથે એકજ સ્થિતિમાં લાંબા સમય સુધી બેસવાની મોનોટોનીને તોડી દેશે, અને બેસી રહેવાથી થતી પીડા અને જકડનમાં રાહત મળશે.

કેટલાક સ્ટ્રેચ (એક્સરસાઈઝ) છે કે જે તમે તમારા ડેસ્ક પર બેસીને કરી શકશો જેમ કે રલ, સાઈડ સ્ટ્રેચ, બેક અને અપર બેક સ્ટ્રેચ, સીટેડ હીપ સ્ટ્રેચ, સ્પાઈનલ ટ્વિસ્ટ વગેરે. આપણા શરીરની સાથે સાથે આંખોને પણ થોડા આરામની જરૂર હોય છે. આંખોની માંસપેશીઓ મજબૂત અને સ્વસ્થ રાખવા માટે યોગ્ય કસરતની પણ જરૂર હોય છે. કામ કરતી વખતે આંખના તણાવને ઘટાડવા માટે સરળ કસરત જેવી કે ૨૦-૨૦ રુલ એક્સરસાઈઝ. દર ૨૦ મીનીટ પછી સ્ક્રીનથી દૂર જોવાની પ્રેક્ટિસ કરો અને ૨૦ સેકન્ડ સુધી ૨૦ ફુટ દૂર કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્ધિત કરવાથી તમારી આંખોનો તણાવ દૂક કરવામાં મદદરૂપ રહેશે. ફિટ રહેવા માટે વિવિધ વર્કઆઉટ પદ્ધતિઓ પસંદ કરી શકો છો જે તમે ઘરે આરામથી કરી શકો છો. લોકોએ અઠવાડિયામાં ૪ થી ૫ દિવસ રોજ ૩૦ મીનટ સુધી મૉડરેટ ઇન્ટનસિટી વાળુ ફિઝિકલ વર્કઆઉટ ડેલી રુટીનમાં એડ કરવુ જોઈએ. તેમાં પાઇલેટ્સ, ઝુમ્બા, યોગા હાઇ-ઇન્ટેનસિટી ઇન્ટરવલ ટ્રેનિંગ વગેરેનો સમાવેશ કરી શકાય છે.