ડિપ્રેશન દૂર કરવા માટે આ યોગ શ્રેષ્ઠ છે!

કોરોનાવાઈરસે સમગ્ર વિશ્વ પર વિકરાળ પંજો જમાવ્યો છે. જાતભાતની રિસર્ચ ઉપરાંત તબીબી આલમ એ મુદ્દે એકમત છે કે જો પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિ એવી યોગ અને પ્રાણાયામનો નિયમિતપણે અભ્યાસ કરવામાં આવે તો શરીરમાં કોરોનાને પરાસ્ત કરી શકાય તેવી રોગપ્રતિકારક શક્તિ કેળવી શકાય. આ ઉપરાંત અત્યારના સમયના વ્યાધિ એવા સ્ટ્રેસ અને અન્ય લાઈફસ્ટાઈલ રોગોને પણ મહાત કરી શકાય છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમે અમદાવાદના ખ્યાતનામ યોગગુરુઓ એવા સ્વામી અધ્યાત્માનંદજી અને પૂર્વી શાહ સાથે વાત કરીને અત્યારે લોકોને મૂંઝવતા સૌથી મહત્ત્વના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવ્યું.  

સ્વામી અધ્યાત્મનંદજીનું કહેવું છે કે, સૌપ્રથમ ‘સંબંધ યોગ’ કરવો, જેને અત્યારની ભાષામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું કહે છે. દિવસની શરૂઆત ‘ઓમકાર’ના જાપથી કરવી. આ ઓમકાર 1 મિનિટમાં ચાર વખત કરવા. પ્રત્યેક ઓમકારમાં 15 સેકંડ આપવી. ઓમકારથી પ્રાણવાયુની ઊર્જા મળે છે અને શરીરમાં રહેલી નકારાત્મક શક્તિ ઓછી થતી જાય છે. પૂર્વી શાહ કહે છે કે, પાધહસ્તાસન, અર્ધચક્રાસન, પશ્ચિમોત્તાનાસન, સૂર્યનમસ્કાર, સર્વાંગાસન અને હલાસન વગેરે જેવાં યોગાસન શરીરમાં નવી ઊર્જા લાવે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે.

‘શવાસન અને ધ્યાન એ ડિપ્રેશનનો શ્રેષ્ઠ ઉપાય છે.’ અધ્યાત્માનંદજી કહે છે, ‘ભસ્ત્રિકાપ્રાણાયામથી પણ ડિપ્રેશન ઘટે છે. શક્ય એટલો કુદરત સાથે સમય ગાળો. સવારે કૂણા તડકામાં સૂરજ સામે ઊભા રહો. પક્ષીઓને જૂઓ. સાંજે ઢળતા સૂરજને જૂઓ.’ આ સવાલના જવાબમાં યોગ પ્રશિક્ષક એવાં પૂર્વી શાહ કહે છે કે, ભ્રામરી પ્રાણાયામ, કપાલભાતિ ક્રિયા અને સૂર્યભેદન પ્રાણાયામ મગજને શાંત કરવાની દિશામાં કામ કરે છે. તે પણ અજમાવી શકો.

 પ્રાણાયામ અને નાડીશોધન પ્રાણાયામ આ માટે બેસ્ટ છે. સ્વામી અધ્યાત્માનંદ દરરોજ 12 સૂર્યનમસ્કાર કરવાની પણ સલાહ આપે છે. તેઓ કહે છે, પ્રાણાયામમાં અનુલોમ-વિલોમ અને ઓમકાર કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધશે અને ખાસ કરીને શ્વસનતંત્ર મજબૂત બનશે. હાર્ટડિસીઝ, ડાયાબિટીસ કે કિડની જેવા ગંભીર રોગથી પીડાતા દર્દીએ ભસ્ત્રિકાપ્રાણાયામ ન કરવું.

સવારે કૂણો તડકો માણવો અને ધીમે-ધીમે ઊંડા શ્વાસ લેવા. આવી હળવી ક્રિયાઓ કર્યા બાદ અધ્યાત્માનંદજી સિનિયર સિટિઝન્સને પગથી સાઇકલ ચલાવવાની સલાહ આપે છે, જેથી ફેફસાંની મજબૂતી અને ઇમ્યૂનિટી વધે છે. વડીલોને અગાઉથી જ શરીરમાં કોઈ બીમારી હોવાની શક્યતાઓ રહે છે, તેને ધ્યાનમાં રાખીને પૂર્વી શાહ વડીલોને સૂક્ષ્મ વ્યાયામ કરવાનું કહે છે. આ ઉપરાંત તેઓ યોગનિદ્રાનો અભ્યાસ કરીને પણ ડિપ્રેશનને કાબૂમાં રાકી શકે છે.

અધ્યાત્મનંદ સ્વામી કહેવા પ્રમાણે આ માટે પણ સૂર્યનમસ્કાર બેસ્ટ છે. દરરોજ બે સૂર્યનમસ્કારથી ચાલુ કરો અને ધીમે-ધીમે તેનો આંકડો બેકી સંખ્યામાં વધારતા જાઓ. એકપાદઉત્તાનાસન, દ્વિપાદઉત્તાનાસન, નૌકાસન, દ્રોણાસન, અર્ધપવનમુક્તાસન, પવનમુક્તાસન, કટિઉત્થાસન વગેરે જેવાં યોગાસન કરી શકાય. મહિનામાં 2થી 4 કિલો વજન ઓછું થઈ જશે. પૂર્વી શાહનું કહેવું છે કે, સૌથી અસરકારક સૂર્યનમસ્કાર અને પશ્ચિમોત્તાનાસન છે. આસનો દરરોજ એક કલાક યોગ્ય રીતે કરવામાં આવે તો વજન ઘટાડવામાં ચોક્કસ પરિણામ મળે છે

અધ્યાત્મનંદ સ્વામીના જણાવ્યાનુસાર, સૌથી સારો સમય સવારે ખૂલ્લી હવામાં છે. મહિલાઓ સવારે 10થી 11 સમય દરમિયાન પણ યોગ કરી શકે છે. પૂર્વી શાહ માને છે કે, સવારે બ્રાહ્મમુહૂર્ત સમયે અને ખાલી પેટે કરવા વધુ યોગ્ય છે.

‘હા ચોક્કસ કરી શકે’, અધ્યાત્મનંદજી કહે છે, ‘કોરોના પોઝિટિવ દર્દીએ પથારીમાં બેસીને ઓમકાર, અનુલોમ-વિલોમ, ઉજ્જઈ પ્રાણાયામ અને શિવાનંદ પ્રાણાયામ કરવા. શવાસન પણ ફાયદાકારક નીવડશે.’ આ વાત સાથે સહમત થતાં પૂર્વી શાહ જણાવે છે કે, દરરોજ 5થી 6 મિનિટ પ્રાણાયામ કરવાથી કોરોનાના દર્દીને રાહત મળે છે. અલબત્ત, આ પહેલાં વ્યક્તિએ ડૉક્ટરની સલાહ લઈ લેવી જોઈએ.

બંને યોગ પ્રશિક્ષક એકસૂરે એક જ વાત કહે છે કે, યોગ કરવાથી થાક નથી લાગતો અને દિવસભર શરીર ઊર્જાથી ભરપૂર રહે છે. શરીરને પ્રાણવાયુ મળે છે. યોગ નિયમિત એક મહિના સુધી કરવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિમાં કમ સે કમ 10%નો વધારો થાય છે. તેમજ યોગ કરવાથી પોઝિટિવિટી આવે છે અને શરીરમાં લચીલાપણું આવે છે.સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution