લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, મે 2026 |
3663
સોમવારના રોજ સુપ્રીમ કોર્ટમાં એક અભૂતપૂર્વ દ્રશ્ય જાેવા મળ્યું જ્યારે દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત કોર્ટની રજિસ્ટ્રીની કામગીરી પર અત્યંત નારાજ થઈ ગયા. આયુષી મિત્તલ વિરુદ્ધ રાજસ્થાન રાજ્યના કેસની સુનાવણી દરમિયાન સીજેઆઇએ રજિસ્ટ્રીની ઝાટકણી કાઢતા આકરી ટિપ્પણી કરી હતી.
સુનાવણી દરમિયાન સીજેઆઇ સૂર્યકાંતે કોર્ટ રૂમમાં કડક શબ્દોમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી ખૂબ જ ખરાબ રીતે કામ કરી રહી છે. અહીં બેઠેલી દરેક વ્યક્તિ પોતાને ભારતના સુપર ચીફ જસ્ટિસ‘ સમજે છે. તેમની આ ટિપ્પણીએ કાયદાકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
સીજેઆઇની નારાજગીનું મુખ્ય કારણ કોર્ટના અગાઉના આદેશનું પાલન ન થવું તે હતું. તેમણે રજિસ્ટ્રીને પ્રશ્ન કર્યો કે, ઇડી ડાયરેક્ટરને નોટિસ કેમ જારી કરવામાં આવી નથી? તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, રજિસ્ટ્રીના અધિકારીઓએ એવો અર્થ કેવી રીતે કાઢ્યો કે બેન્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને અન્ય પક્ષકારોને નોટિસ જારી કરી નથી. તેમણે રજિસ્ટ્રાર જ્યુડિશિયલને આ મામલે તપાસ કરવા આદેશ આપ્યો છે કે માર્ચ ૨૦૨૬ના આદેશનું પાલન કેમ ન થયું. ઝ્રત્નૈં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જાેયમાલ્ય બાગચીની બેન્ચ આયુષી મિત્તલ ઉર્ફે આયુષી અગ્રવાલની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. આયુષી પર ૩૭,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના કથિત રોકાણ કૌભાંડમાં સામેલ હોવાનો ગંભીર આરોપ છે. આયુષી મિત્તલ, તેના પતિ અને તેમની કંપની પર મોટા પાયે રોકાણ કૌભાંડ આચરવાનો આરોપ છે. બચાવ પક્ષે દાવો કર્યો છે કે, ફંડનો મોટો હિસ્સો રોકાણકારોને પરત કરી દેવાયો છે, જાેકે કરોડો રૂપિયા હજુ બેંક ખાતામાં છે જે ઈડી દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે.