રામમંદિરને ઉડાવી દેવાની ધમકી  : સુરક્ષા એજન્સીઓ સતર્ક

અયોધ્યા:આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. વાયરલ ઓડિયોમાં આમીર નામના જૈશ-એ-મોહમ્મદના આતંકીએ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. તે કહી રહ્યો છે અમારી મસ્જિદ હટાવીને મંદિર બનાવવામાં આવ્યું છે. હવે તેને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે. આતંકવાદી કહી રહ્યો છે કે અમારા ત્રણ સાથી કુર્બાન થયા છે. અને હવે આ મંદિરને તોડવું પડશે.

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ફરી એકવાર રામજન્મભૂમિને લઈને ઝેર ઓક્યું છે. જૈશે રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ અંગે એક ધમકીભર્યો ઓડિયો પણ વાયરલ થયો છે. વાયરલ ઓડિયોમાં આમીર નામના જૈશ-એ-મોહમ્મદના આતંકીએ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. તે કહી રહ્યો છે કે અમારી મસ્જિદ હટાવીને મંદિર બનાવવામાં આવ્યું છે. હવે તેને બોમ્બથી ઉડાળી દઇશું. આતંકવાદી કહી રહ્યો છે કે અમારા ત્રણ સાથી કુર્બાન થયા છે. અને હવે આ મંદિરને તોડવું પડશે.આ ઓડિયો સામે આવ્યા બાદ સુરક્ષા અને ગુપ્તચર તંત્ર હરકતમાં આવ્યું છે. રામ મંદિર અને તેની નજીકના એપ્રોચ રોડ અને મુખ્ય મથકોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સંગઠનનું નામ ૨૦૦૫માં રામજન્મભૂમિ સંકુલ પર થયેલા આતંકી હુમલામાં સામે આવ્યું હતું. જૈશ રામજન્મભૂમિને લઈને સતત ઝેર ઓકતું રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પણ આ આતંકી સંગઠને ધમકી આપી હતી. રામ મંદિરના નિર્માણ બાદ કેન્દ્ર સરકાર તેની સુરક્ષાને લઈને સતત નવી વ્યવસ્થા કરી રહી છે. રામનગરીમાં પ્રસ્તાવિત દ્ગજીય્ કેન્દ્ર સુરક્ષા વિસ્તારમાં એક નવી કડી છે. આતંકવાદી ધમકી બાદ રામ નગરી એલર્ટ મોડ પર છે. સુરક્ષાની સમીક્ષા કરવા માટે એસએસપી રાજકરણ નય્યરએ એરપોર્ટની મુલાકાત લીધી હતી. સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી અને એલર્ટ રહેવા સૂચના આપી છે. જાેકે તેમણે આતંકવાદી સંગઠન તરફથી મળેલી ધમકી અંગે અજાણ હોવાનું કહ્યુ હતું. તેમણે મિડિયાને કહ્યુ કે આતંકી ધમકીના ઓડિયો વિશે કોઈ માહિતી નથી. રામ મંદિર સહિત સમગ્ર રામનગરીની સુરક્ષા મજબૂત છે. અયોધ્યા ધામને અલગ-અલગ ઝોનમાં વિભાજીત કરીને તેની પર નજર રાખવામાં આવી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution