લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જુલાઈ 2026 |
1188
ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના દફનવિધિનો બીજાે દિવસ મોટી ભીડ અને શોકના વાતાવરણ વચ્ચે ચાલુ રહ્યો. અંતિમ સંસ્કારની નમાઝ ઈરાનના વરિષ્ઠ ધર્મગુરુ આયાતુલ્લાહ જાફર સોભાની દ્વારા કરાઇ હતી. ખામેનીના ત્રણ પુત્રો, મસૂદ, મેયસમ અને મુસ્તફા હાજર હતા. જાેકે તેમના પુત્ર અને વર્તમાન સુપ્રીમ લીડર મોજતબા ખામેનીએ સુરક્ષા કારણોસર સમારોહમાં હાજરી આપી ન હતી.આયાતુલ્લાહ અલી ખામેનીની ૧૪ મહિનાની પૌત્રી સહિત પરિવારના અન્ય ચાર સભ્યોને સુપ્રીમ લીડર સાથે દફનાવવામાં આવશે. રવિવારે, પૌત્રીની શબપેટી તેહરાનના ઇમામ ખોમેની ગ્રાન્ડ મોસલ્લા ખાતે પહોંચ્યો, જ્યાં અંતિમ પ્રાર્થના કરવામાં આવી. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફ, ન્યાયતંત્રના વડા ગુલામહોસેન મોહસેની એજે’, કમાન્ડર અહમદ વાહિદી અને કુદ્સ ફોર્સના વડા ઇસ્માઇલ કાનીએ પણ હાજરી આપી હતી.