નવી દિલ્હી

દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ, મહાન સ્વતંત્રતા સેનાની, કવિયત્રી, સરોજિની નાયડુની આજે પુણ્યતિથિ છે. સરોજિની નાયડુ એ પહેલા મહિલા હતા જેમણે કોંગ્રેસની જવાબદારી સંભાળનારી. માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું. ભારત કોકિલા એટલે કે ‘નાઈંટીંગલ ઓફ ઇન્ડિયા’ તરીકે તેમને ઓળખવામાં આવે છે. 13 ફેબ્રુઆરી 1879 માં સરોજિની નાયડુનો જન્મ થયો હતો. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

માત્ર 16 વર્ષની ઉંમરે તેઓ ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડ ગયા હતા. ત્યાં તેમણે કિંગ્સ કોલેજ, લંડન અને ગિરટન કોલેજમાં અભ્યાસ કર્યો. 19 વર્ષની ઉંમરે તેમના લગ્ન ડોક્ટર ગોવિંદ રાજાલુ નાયડુ સાથે થયા હતા. 1914 માં તેમની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઇ. અને બસ ત્યાર બાદથી જ તેઓ સ્વતંત્રતા ચળવળમાં સામેલ થઈ ગયા. ગાંધીજી ભારત આવ્યા તે પહેલાં તેમણે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સાથે પણ કામ કર્યું હતું. 1925 માં, તેમને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા. કોંગ્રેસના અધ્યક્ષ બનનારા તેઓ પહેલા ભારતીય મહિલા હતા. આ પહેલા તેઓ એની બેસેંટ કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા હતા, પરંતુ તેઓ ભારતીય નહોતા.

1928 માં સરોજિની નાયડુને કેસરી-એ-હિન્દથી નવાજવામાં આવ્યા. ભારતમાં પ્લેગ રોગચાળા દરમિયાન તેમના કામ માટે તેમને આ ચંદ્રક એનાયત કરાયો હતો. 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી બાદ, તેઓ યુનાઇટેડ પ્રાંતના (જે અત્યારે ઉત્તર પ્રદેશ છે) રાજ્યપાલ તરીકે ચૂંટાયા. સરોજિની દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા. તેઓએ આ પદ પર તેમના જીવનના અંતિમ દિવસ સુધી સેવા આપી. લખનૌમાં તેમને 2 માર્ચ 1949 ના રોજ હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું. સરોજિની નાયડુની 135 મી જન્મજયંતી પર ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી શરુ કરવામાં આવી. એટલે કે 13 ફેબ્રુઆરી, 2014 ના રોજ રાષ્ટ્રીય મહિલા દિન ઉજવવાની શરૂઆત થઇ.

માર્ચ 1949 ના રોજ તેઓ કોઈ કામ માટે પ્રયાગરાજ (તે સમયે અલાહાબાદ) ગયા હતા. પરંતુ અચાનક તેમની તબિયત લથડી ગઈ હતી. 2 માર્ચે અચાનક તેની તબિયત લથડી અને તેમને નિંદ્રા પણ નહોતી આવી રહી. ત્યાર બાદ ડોકટરે તેમને સુવા માટેની દવા આપી. દવા લેતા સમયે તેમણે ડોક્ટરને કહ્યું, મને આશા છે કે આ મારી છેલ્લી ઊંઘ ના હોય. પરંતુ બીજે દિવસ સવારે તે ઉઠ્યા જ નહીં નહીં. કદાચ તેમને મૃત્યુ પૂર્વ જ આવનારા પૃત્યુંનો અહેસાસ થઇ ગયો હતો.