/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આજે "વર્લ્ડ વેજીટેરીયન ડે", જાણો રોચક વાતો !

લોકસત્તા 

૧લી ઓકટોબરે ૧૯૭૮થી વિશ્વ શાકાહારી દિવસ તરીકે ઉજવાય છે. અમેરિકાના શાકાહારી સમાજની માંગણીને કારણે દર વર્ષે આ દિવસ ઉજવાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે ચીનમાં ચંદ્ર માસમાં બે વાર શાકાહારી ખોરાક લેવાય છે. એકમ અને પુનમે સ્થાનિક શાકાહારી રેસ્ટોરન્ટમાં ભીડ જોવા મળે છે. જો કે આ પ્રથા તેની ધાર્મિક માન્યતા મુજબની છે. મુખ્યત્વે તો સમાજમાં ખુશી, કરૂણા અને જીવન 

વૃઘ્ધીની સંભાવનાને વેગ આપવા ઉજવાય છે. જીવન શૈલીમાં નૈતિકતા, પર્યાવરણીય, સ્વાસ્થ્ય અને માનવીય લાભો અંગે જાગૃતિ લાવે છે. અમુક દેશોમાં તો 'મીટ લેસમન્ડે' લોકોના આરોગ્ય અને પૃથ્વીના સંતુલન માટે મનાવાય છે. જનજાગૃતિ માટે વિવિધ પોસ્ટરો, પ્રચાર-પ્રસાર, ટી.વી ફિલ્મ સ્ટારો દ્વારા ટીવી પ્રચાર વિગેરે દ્વારા શાકાહારી બનવા અપીલ કરાય છે.

શાકાહારી ડાયેટ ફાઇબરથી ભરપૂર હોવાથી પાચન ક્રિયા મજબુત કરે છે અને ઘણાં રોગોથી બચાવે છે. આ ખોરાકમાં ચરબીનું પ્રમાણ નહિવત હોવાથી વજન વધવાની સમસ્યા રહેતી નથી. શાકાહારી ખોરાકથી મેટાબોલીઝમ પ્રક્રિયા સારી રહેતા શરીરમાં ચરબી, સુગર ઓછી જમા થવાથી ડાયાબીટીસનું જોખમ ઓછું થાય છે. માંસાહારી કરતા શાકાહારી ખોરાક લેનારને મૂડ ડિસ્ટરબન્સ ની સમસ્યા ઓછી જોવા મળે છે. લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધતું ન હોવાથી હ્રદયને લગતા રોગો ઓછા થાય છે. શાકહારી ખોરાક લેનારને થાક અને નબળાઇ લાગતી નથી.શાકાહારી ડાયેટમાં સ્વેટ ગ્લેન્ડ ઉત્તેજીત કરવા વાળા હોર્મોન વધારે હોવાથી પરસેવાની દુર્ગધથી રક્ષણ થાય છે. તેમાં વિટામીન, મિનરલ્સ અને પાણી વધારે હોવાથી ચામડી સારી રહે છે. કિડની, પથરી, બી.પી., કેન્સર જેવા રોગો ઓછા થાય છે. શાકાહારી ભોજન પોષક તત્વોથી ભરપુર સુપાચ્ય અને બિમારીને દૂર રાખવામાં સમર્થ છે. આ ખોરાકને પાચન કરવામાં શરીરની ઓછી ઉર્જા ખચાય છે. આ ખોરાક આપણી રોગ પ્રતિકારક શકિત વધારે છે. આપણી ગુજરાતી થાળીનો સમગ્ર દેશ અને વિદેશોમાં પ્રિય છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution