હોર્મુઝ ખાડીમાં જહાજાે પાસેથી હવે યુઆનમાં ટોલ લેશે, એજન્સી બનાવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, મે 2026  |   4257

વૈશ્વિક દરિયાઈ વેપારના સૌથી મહત્વપૂર્ણ માર્ગ ગણાતા હોર્મુઝની ખાડી પર હવે ઈરાને પોતાની પકડ મજબૂત કરી દીધી છે. ઈરાને આ માર્ગ પરથી પસાર થતા જહાજાે પાસેથી ટેક્સ વસૂલવા માટે એક વિશેષ સત્તામંડળની રચના કરી છે, જેની અસર ભારત સહિત અનેક દેશો પર પડી શકે છે. શિપિંગ અને દરિયાઈ વેપાર પર નજર રાખતી ઉદ્યોગ પત્રિકા લોયડ્સ લિસ્ટના અહેવાલ મુજબ, ઈરાને પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી (ઁય્જીછ)ની રચના કરી છે. આ સત્તામંડળ હેઠળ હવે કોઈપણ જહાજ પૂર્વ મંજૂરી વગર અહીંથી પસાર થઈ શકશે નહીં. જહાજાેએ રવાના થતા પહેલા ટ્રાન્ઝિટ ઓથોરાઈઝેશન મેળવવું અને ટોલ ટેક્સ ચૂકવવો ફરજિયાત રહેશે. ઈરાની મીડિયા મુજબ, જહાજ માલિકોએ માલિકી, વીમો અને ક્રૂ મેમ્બર્સની વિગતો સહિતનો સંપૂર્ણ રેકોર્ડ ઈમેલ દ્વારા ઓથોરિટીને આપવો પડશે. ઈરાનનો આ ર્નિણય અમેરિકા માટે મોટો આર્થિક અને રાજકીય પડકાર સાબિત થઈ શકે છે. ઈરાન આ ટોલ ટેક્સ અમેરિકન ડોલરને બદલે ચીની કરન્સી યુઆનમાં વસૂલશે.આ ટેરિફ લાગુ થવાથી ઈરાનને વાર્ષિક ૪૦ થી ૫૦ અબજ ડોલરની આવક થઈ શકે છે, જે તેના પર લાગેલા અમેરિકન આર્થિક પ્રતિબંધોની અસરને ઘણી ઓછી કરી દેશે. ઈરાને આ પેમેન્ટ સ્વીકારવા માટે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ પણ શરૂ કર્યો છે. ઈરાન આ વસૂલાતનો હિસ્સો ઓમાન સાથે વહેંચવા માટે પણ વિચારી રહ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution