લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુલાઈ 2026 |
1188
હિઝબુલ મુજાહિદ્દીનના ભૂતપૂર્વ આતંકવાદી બુરહાન વાનીની ૧૦મી પુણ્યતિથિ પર કરાચીમાં ટોચના આતંકવાદી નેતાઓની ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠક ૫ જુલાઈના રોજ લશ્કર-એ-તૈયબાની રાજકીય પાંખ પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગના મુખ્યાલયમાં થઈ હતી. આ બેઠકમાં જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી જૂથો સાથે જાેડાયેલા ૧૪ અગ્રણી આતંકવાદીઓ, તેમજ આઇએસઆઇ સાથે જાેડાયેલા લોકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં કાશ્મીર ખીણના ભાગોમાં મોટા હુમલા કરવા માટે યુવાનોને શસ્ત્રો પૂરા પાડવાનું જૂથને કામ સોંપવામાં આવ્યું હતું.લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ, ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સના કન્વીનર ગુલામ મોહમ્મદ સૈફી અને પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગના ઉપપ્રમુખ મહેંદી ઈશાકની આગેવાની હેઠળ મળ્યા હતા. લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ મોહમ્મદ તલ્હા સઈદ, સૈફુલ્લાહ કસુરી અને હાફિઝ અબ્દુલ રહીમ સહિત ૧૪ વ્યક્તિઓએ ૮ જુલાઈના કાવતરા માટે સંપૂર્ણ રોડમેપ સાથે બેઠક કરી હતી.