ટ્રાવેલ બ્લોગરઃ હરો ફરો અને જલસા કરો
03, મે 2024 594   |  

કેમ છો? અને હું તમારી સાથે દર શુક્રવારે કન્ટેન્ટ ક્રિએટરની એક નવી સ્ટોરી લઈને આવું છું. આજે હું વાત કરીશ, તમારી સાથે ટ્રાવેલરની. ગુજરાતીઓ જાણીતા છે ટ્રાવેલિંગ માટે. બધાને વેકેશન પડે એટલે ફરવા જવું ગમે.મોસ્ટલી રાહ જાેતા હોય કે આ વેકેશનમાં ક્યાં જઈશું, ક્યાં ફરીશું? ત્રણ મહિના પહેલાથી કે છ મહિનાથી પહેલા પણ પ્લાન થઈ જતો હોય અને કેટલીક વાર ઇન્સ્ટન્ટ પણ પ્લાન થઈ જતો હોય છે.પણ આખી પૃથ્વી પર જે ફેમસ પ્લેસ હોય ત્યાં બધે જ ગુજરાતી ફરે. તમે જ્યાં જાવ ત્યાં ગુજરાતી તમને જાેવા મળે. તો ચાલો, આજે આપણે ડિસ્કસ કરીએ ટ્રાવેલર વિશે.


તાન્યા કંજાેય એક એવા ટ્રાવેલ બ્લોગર છે જે દેશને રિપ્રેઝન્ટ કરી અલગ-અલગ જગ્યાઓ અને અનેક સંસ્કૃતિને એક્સપ્લોર કરે છે


તો આજે હું લઈને આવી છું તાન્યા કંજાેય નામના એક ટ્રાવેલર વિશે. આ ટ્રાવેલ બ્લોગર અલગ અલગ દેશમાં ફરે છે, અલગ અલગ દેશની સંસ્કૃતિ, ખાવાનું અને જગ્યાઓને એક્સપ્લોર કરે છે - બતાવે છે બધાને. કુદરતે બનાવેલી અલગ-અલગ અજાયબીઓના નજારા બતાવે છે. હવે ટ્રાવેલ બ્લોગર એટલે શું? ટ્રાવેલ બ્લોગર એ હોય છે કે તે વ્યક્તિ સમય કાઢીને અલગ-અલગ દેશમાં અલગ-અલગ જગ્યા ઉપર અલગ-અલગ રાજ્યમાં ફરવા જાય છે. જ્યાં ફરવા જાય છે ત્યાંના લોકો, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંની ભાષા, તેનું ખાવાનું દરેક વસ્તુને લોકો સુધી પહોંચાડે છે અલગ-અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી. જેમાંના બે સૌથી મહત્વ ગણાતા માધ્યમો છે,Instagram અને Youtube.

કેટલાક હોય છે સોલો ટ્રાવેલર - એનો મતલબ એવો હોય છે કે જાતે એકલા જવું, જગ્યાઓને એક્સપ્લોર કરવી. બીજું ટ્રાવેલ આઈટેનરી - ડિઝાઇન કરનારા લોકો જે પહેલા જગ્યા જાેવે છે, ગમતી જગ્યા હોય છે એનું લિસ્ટ બનાવે છે, જગ્યા કેટલી દૂર છે, કેવી રીતે જવાય, શું ખવાય- શું નહીં, તેની નજીક શું છે, એવી રીતના ટ્રાવેલનું લિસ્ટ બનાવીને વેચતા હોય છે. કેટલાક લોકો ટ્રાવેલ કરતા-કરતા અલગ-અલગ હોટેલનું માર્કેટિંગ કરતા હોય છે, અલગ-અલગ રિસોર્ટનું માર્કેટિંગ કરતા હોય છે અને જે તે જગ્યા ઉપરના લોકલ પ્લેસિસ હોય છે, લોકલ ટુરિઝમ હોય છે, એમને પણ સપોર્ટ કરતા હોય છે.

 તો તાન્યા કંજાેય પણ એક એવા ટ્રાવેલ બ્લોગર છે કે જેમને ભારત માટે પણ ઘણું બધું કામ કર્યું છે. દેશને રીપ્રેઝન્ટ પણ કર્યું છે. અલગ અલગ જગ્યાઓને એક્સપ્લોર કરે છે, અલગ અલગ જગ્યાની સંસ્કૃતિ, ભાષા, ખાવાનું બધું બતાવે છે અને કન્ટેન્ટ ક્રિએટ કરે છે. ક્રિએટ કરતાં કરતાં એમની ઇમેજ ઘણી મોટી થઈ ગઈ છે. એમની પાસે Instgram  પર Youtube  ઘણા સારા બધા સબસ્ક્રાઈબર છે. આ બધાની સાથે સાથે એમને કન્‍ટેન્‍ટ ક્રિએશન ધીરે ધીરે ચાલુ કર્યું. તેમને આ એક એવા ટ્રાવેલ બ્લોગર છે કે જેમણે પોતાનું કન્ટેન્ટ Pinterest પર પણ મૂક્યું છે. હવે જે આ Pinterest ઉપરથી પણ એ પોતે અર્ન કરતા હોય છે. ઘણા બધા લોકોની એમની પાસે આવતા હશે અને કનેક્ટ કરતા હોય છે. તો વિડીયો તો બનાવે છે, વીડિયોની સાથે સાથે આઈટેનરી પણ કહેશે, વર્કશોપ લે છે, બુકિંગ શીખવાડે છે અને ઘણું બધું શીખવાડે છે. તમે એમની પ્રોફાઈલ પર જશો તો તમને ખબર પડશે કે ટ્રાવેલિંગની સાથે કઈ કઈ કન્ટ્રીમાં કેવી કેવી જગ્યાઓ એમણે એક્સપ્લોર કરી છે અને કદાચ એવી જગ્યાઓ હશે કે જે તમારા વેકેશન માટેની નેક્સ્ટ ડેસ્ટિનેશન પણ હશે.

હવે વાત કરીએ કે ટ્રાવેલ બ્લોગરથી આપણું કરિયર કેવી રીતે બને? હું વાત કરીશ કે સૌથી પહેલા કે ટ્રાવેલ બ્લોગરથી પહેલા તમે તમારી જાતને ઓળખો છો. તમે તમને પોતાને મળો છો. અલગ અલગ જગ્યાએ જાેવાનું મળે છે. નવા લોકોને મળો તો કોન્ફિડન્સ આવે છે, નવી ભાષા શીખવા મળે છે અને નવું નવું કંઈક ને કંઈક જીવનમાં મળતું હોય છે. એટલે તમે તમને ઓળખતા થાઓ છો. બીજા પોઇન્ટમાં જણાવીશ કે ટ્રાવેલ બ્લોગિંગ વખતે ઘણી બધી હોટેલ્સ છે, ઘણા બધા ટુરીઝ પ્લેસીસ એવા છે કે જ્યાં આગળ એક્ટિવિટી થતી હોય છે, એ લોકો તમારી પાસે આવે છે અને એમની હોટેલ્સ, રિસોર્ટ અને જે પણ ફાર્મ હાઉસ છે કે જે પણ પ્રોપર્ટીઝ હોય છે એ પ્રોપર્ટીઝ લોકો સુધી પહોંચાડવા માટે રીલ ફોર્મમાંથી Youtube વિડીયો ફોર્મમાં તમારા સુધી લાવવા તમારી સાથે કોલોબ્રેશન કરે છે. જેનાથી તમને પ્રોપર્ટીમાં સ્ટેકેશન રહેવા મળે,સ્ટેકેશન જેને બાર્ટર કહેવાય છે.તમે બાર્ટરનો લાભ લઈ શકો છો અથવા તમે પૈસા લઈને એનો એક પ્રોપર ડેડીકેટેડ ટુર વિડીયો બનાવો. ત્યારે તમે ઘણું સારું અર્ન કરી શકો છો.

જ્યારે તમે ટ્રાવેલ કરતા હોવ છો તો તમારી પાસે ગેજેટ હોય છે જેમ કે ગોપ્રો છે, સોનીના કેમેરા છે, ટ્રાઈપોડ છે, તમારું ટ્રાવેલ વખતે ફોન કે માઈક જે પણ તમારે યુઝ કરવું હોય તેવા ફોનથી તમે શું કરો છો, કેવો માઇકનો યુઝ કરો છો,તો આ બધી બ્રાન્ડ તમારી પાસે આવે છે, કોલોબ્રેશન્સ કરવા માટે. જ્યારે તમે ટ્રાવેલ કરતા હોવ છો.તમે અલગ અલગ કન્ટ્રીમાં વિઝીટ કરી અને ટ્રાવેલ બ્લોગરની જર્ની કરતા હોવ છો, જેના લીધે જે પણ એરલાઇન ઇન્ડસ્ટ્રી એ તમારી સાથે કોલોબ્રેશન્સ કરશે. એમના એફિલીયાટ પ્રોગ્રામમાં જાેડાવાનું કહેશે. જેનાથી તમને ઘણા સસ્તા એર ફ્લાઇટના રેટ્‌સ મળી જશે અને તમને સારી હોસ્પિટાલિટી પણ મળશે.જે એરલાઇન્સને તમે તમારા બ્લોગિંગથી એક્સપ્લોર કરી શકો અને એમની સર્વિસીસ લોકો સુધી પહોંચાડી શકો છો.

એટલે આટલી બધી તમારી પાસે ટ્રાવેલ બ્લોગર માટેની માહિતી છે તો બસ, કેમેરો હાથમાં લો અને નીકળી પડો. બસ, અલગ અલગ દેશ-વિદેશમાં જાઓ, લોકોને મળો, લોકોની સાથે રહેતા રહેતા જિંદગી જીવો ટ્રાવેલ કરો અને પોતાની લાઈફને મસ્ત બનાવો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution