દિલ્હી-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. આ અકાઉન્ટ હેક કરી અને તે એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, 'આ એકાઉન્ટ જોન વિક દ્વારા હેક કરવામાં આવ્યું છે, અમે પેઈટીમ મોલને હેક નથી કર્યું'. આ સિવાય એક ટ્વિટમાં ક્રિપ્ટોકરન્સીને નેશનલ રિલીફ ફંડમાં પૈસા ભરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે આ ટ્વિટ કર્યાની થોડી મિનિટો પછી તેને ડીલીટ કરી નાખવામાં આવ્યું હતું અને અડધા કલાકની અંદર જ ટ્વિટર દ્વારા એકાઉન્ટ બરાબર કરી લેવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ગઈ છે. હેકર્સે narendramodi.in નું ટ્વિટર અકાઉન્ટ હેક કર્યા બાદ બિટકૉઈનની ડિમાંડ રાખી. આ ટ્વિટર અકાઉન્ટ હેક કરનાર હેકર્સની ડિટેલ પણ સામે આવી ચૂકી છે. જૉન વિક hackindia@tutanota.com એ પીએમ મોદીની પર્સનલ વેબસાઈટના ટ્વિટર હેંડલને હેક કરી કોવિડ 19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઈનની ડિમાંડ કરી છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્સનલ ટ્વિટર અકાઉન્ટમાં પણ કરોડો ફોલોવર્સ છે. તેઓ વિશ્વના સૌથી ફોલોવર્સ ધરાવતા હોય તેવા નેતાઓમાંથી એક છે. થોડા દિવસો પહેલા જ ટ્વિટરને સૌથી મોટા હેકર્સ એટેકનો સામનો કરવો પડ્યો હતો, જેમાં બરાક ઓબામા સહિત અનેક મોટી હસ્તીઓનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું. આ સમય દરમિયાન હેકરોએ બિટકોઈનની માંગણી કરી હતી.
Loading ...