બ્લેકમેલ કરી સરસપુરમાં રહેતી યુવતી પર બે મિત્રોએ સામુહિક દુષ્કર્મ આચર્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, મે 2026  |   1881

શહેરમાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે, ૧૮ વર્ષીય યુવતીને બ્લેકમેલ કરીને બે મિત્રોએ અપહરણ કરી હોટલમાં લઈ જઈ સામુહિક દુષ્કર્મ ગુજારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ મામલે પોલીસે બે યુવકો સામે ગુનો દાખલ કરી તેઓને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડી છે. અમદાવાદનાં સરસપુર વિસ્તારમાં રહેતી અને ઘરકામ કરતી યુવતીએ આ મામલે શહેરકોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, આશરે પાંચ મહિના પહેલા યુવતી તેનાં ઘર પાસે રમતી હતી ત્યારે નજીકમાં રહેતા મીત મકવાણા અને તેની સાથે તેજસ નામનો યુવક તેની પાસે આવ્યો હતો. અને યુવતીને એક યુવક સાથે રીલેશનશીપમાં છે અને તેની સાથે ફરે છે તેની પોતાને જાણ છે તેમ કહ્યું હતું, બાદમાં આ વાત યુવતીના માતાપિતાને કહી દેવાની ધમકી આપી પોતાની સાથે આવા દબાણ કર્યું હતું.યુવતીએ બન્નેની સાથે જવાની ના પાડતા બન્નેએ યુવતીના પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી યુવતીને પોતાની કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. બન્ન જણા યુવતીને લઈને નિકોલમાં આવેલી એક હોટલમાં લઈ ગયા હતા, જ્યાં વારાફરથી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું, જેનાં બે મહિના બાદ ફરી વાર મીત મકવાણા અને તેજસે યુવતીના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી નિકોલની હોટલમાં લઈ જઈ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. અંતે આ સમગ્ર મામલે યુવતીએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મીત મકવાણા અને તેજસ નામનાં યુવકો સામે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, શહેર કોટડા પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ બન્ને આરોપીની શોધખોળ શરૂ કરી છે, તેવામાં આ કેસમાં આરોપી પકડાયા બાદ અનેક ખુલાસા થઈ શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution