19, ઓક્ટોબર 2020
અરવલ્લી,બાયડ : અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં વરલી મટકા આંક ફરકનો જુગાર રમાડતા બે શખ્સોને સાઠંબા પોલીસે રંગેહાથ ઝડપી પાડયા છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, સાઠંબા ગામમાં જાહેરમાં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમાડતા બે શખ્સો સાઠંબા પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. ૧૭ ઓક્ટોબરના રોજ સાઠંબા પોલીસ મથકના અ. હે. કો. મુકેશસિહે બાતમીના આધારે જાહેરમાં વરલી મટકાનો આંકફરકનો જુગાર રમી રમાડતા બે શખ્સો પ્રવિણસિહ પ્રભાતસિહ સોલંકી રહે. ખાંડા તા. બાયડ જી.અરવલ્લી. અને પ્રભાતજી વિરમજી પરમાર. રહે. કલાજીના મુવાડા તા. બાયડ જી.અરવલ્લીને રંગેહાથ ઝડપી લઈ તેમની પાસેથી રોકડ રૂપિયા ૮૯૦ તથા જુગાર રમવાનું સાહિત્ય સાથે જાહેરમાં ગુનો આચરતાં ઝડપી લીધા છે.