નારોલ રોડ નજીક ટુ વ્હીલરચાલકનું ડમ્પરની ટક્કર ઘટનાસ્થળે જ મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુલાઈ 2026  |   1782

અમદાવાદ શહેરના વિશાલાથી નારોલ તરફ જતા રોડ પર અકસ્માત થયો હતો. જેમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લઈને જઈ રહેલા કિશોરને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર વાગતા કિશોરને ગંભીર ઇજા થવાના કારણે મોત થયું હતું . અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.જાેકે ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પીપળજમાં રહેતો કિશોર તેના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પર ટ્યુશન જવા નીકળ્યો હતો. પીરાણા પાસે આવેલી દેવ હોટલ નજીક ફૂલ સ્પીડમાં આવતા ડમ્પર ચાલકે તેને ટક્કર મારી હતી. જેમાં કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન કિશોરનું મોત થઈ ગયું હતું.આસપાસના લોકોએ જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution