યુક્રેનનો સૌથી મોટો ઍર એટેક! રશિયા પર ૪૦૦ ડ્રૉન વરસાવ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જુલાઈ 2026  |   1089

રશિયા અને યુક્રેન વચ્ચેના આ રક્તરંજિત યુદ્ધને ૧,૫૯૨ દિવસ થઈ ચૂક્યા છે, છતાં બંને પડોશી દેશો વચ્ચેની દુશ્મની ઓછી થવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અનેક પ્રયાસો છતાં બંને દેશો વચ્ચે સમાધાન કરાવવામાં સફળ રહ્યા નથી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં બંને દેશો વચ્ચેની લડાઈ વધુ ખતરનાક બની ગઈ છે. યુક્રેને અગાઉ રશિયાની ઓઇલ રિફાઇનરીઓ અને શોપિંગ સેન્ટરોને નિશાન બનાવી સતત ડ્રોન હુમલા કર્યા હતા, જેના જવાબમાં મોસ્કોએ પણ પ્રહાર કર્યા હતા. હવે ફરી એકવાર યુક્રેને રશિયાને પડકાર આપ્યો છે. આ વખતે યુક્રેનના ડ્રોન પુતિનના વતન સુધી પહોંચી ગયા હોવાનું જણાવાઇ રહ્યું છે.યુક્રેને શનિવારે રશિયા સામે અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક ડ્રોન હુમલો કરીને સીધા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના વતન સેન્ટ પીટર્સબર્ગને નિશાન બનાવ્યું હોવાનું કહેવાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution