વડોદરા, તા.૩૧

વડોદરા રેલ્વે સ્ટેશનમાં દિવ્યાંગો , સગર્ભા મહિલાઓ તેમજ અન્ય મુસાફરોને પુરતી સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થાઓ સાથે રેલ્વે સ્ટેશનને પંદર કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે. આ નવીનીકરણ થયેલા રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે કરવામાં આવ્યું હતું. આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે રેલ મંત્રાલય દ્વારા ૭૫ રેલવે સ્ટેશનનો પુનઃ વિકસિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા વડોદરા રેલવે સ્ટેશનનો રૂપિયા ૧૫ કરોડના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવ્યો જે અંતર્ગત કેન્દ્રીય રેલવે અને કપડા મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે પુનઃ વિકસિત સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના કેન્દ્રિય રાજ્ય કક્ષાના મંત્રી દર્શના જરદોશ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર કરવામાં આવેલ વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં એસલેટર , બેઠક વ્યવસ્થા અને વેઈટીંગ રુમનું નવિની કરણ કરવામાં આવ્યુ છે. તે સિવાય કેન્દ્રીય રેલ અને કાપડ ંમંત્રીએ એકલાખ રુપિયા નું ઈનામ જાહેર કર્યું હતું. આમ કાર્યક્રમમાં મેયર કેયુર રોકડિયા , સાસંદ રંજન ભટ્ટ , જીતેન્દ્ર સુખડિયા અને સીમા મોહિલે હાજર રહ્યા હતા.

કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે આજે નવીનીકરણ કરાયેલા વડોદરા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. જેમાં વડોદરા રેલવે સ્ટેશનની ઇમારતના આગળના ભાગ, ગેટ, એસ્કેલેટર, પાર્કિંગ એરિયાનો સમાવેશ થાય છે. રેલ્વે સ્ટેશનના આગળના ભાગે વડોદરા શહેરની ઓળખ સ્વરુપ વડનું ચીત્ર મુકવામાં આવ્યુ છે. તે સિવાય સેલ્ફી પોઈન્ટ ઓફ વ્યું થી સ્કાય નામનું સ્કલ્પચર તૈયાર કરાવીને મુકવામાં આવ્યુ છે. જે સૌ કોઈનું ધ્યાન કેન્દ્રીત કરે છે.