વલસાડ: કપરાડા બેઠક ઉપર ખરાખરી નો ખેલ, કોંગ્રેસ-ભાજપ માટે પ્રતિષ્ઠા નો જંગ

વલસાડ-

વલસાડ માં વિધાનસભા ની પેટા ચૂંટણી નો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને હાલ તો જીતુભાઇ ચૌધરી નું પલ્લું ભારે જણાઈ રહ્યું છે પરંતુ બીજી તરફ ગત ઇલેક્શન માં જીતુભાઇ ખુબજ ઓછી સરસાઈ થી જીત્યા હોવાથી કેટલાક લોકો જીતુભાઇ ના જીતવા સામે સવાલો પણ કરી રહ્યા છે બીજી તરફ વારલી સમાજ ના પ્રમુખ વરથા પણ જીતુભાઇ સામે ઊભા રહેવાની વાતો વચ્ચે કહી શકાય કે જંગ રસાકસી વાળો બની રહેશે.

જોકે, 181 કપરાડા વિધાનસભાની નવેમ્બરમાં યોજાનાર પેટા ચૂંટણીમાં પારડી અને વાપી તાલુકાના 32 ગામોના 72 હજાર મતદારો કોની તરફ ઢળે છે તેતો સમયજ કહેશે પણ આ મતદારો જ ઉમેદવાર ની ભાવિ નક્કી કરશે તે વાત ચોક્કસ છે.

પારડીના 21 ગામોના 43514 મતદારો અને વાપીના 13 ગામોમાં કુલ 28600 મતદારો નિર્ણાયક ભૂમિકામાં રહેશે. વાપી-પારડીના 32 ગામોના 72114 મતદારો કપરાડા વિધાનસભાની ચૂંટણમાં મતદાન કરશે.જેથી ચૂંટણીમાં આ મતદારો નિર્ણાયકો માનવામાં આવે છે. આ મતદારોને આકર્ષવા માટે હાલ બંને પક્ષો સતત મહેનત કરી રહ્યા છે અને મિટિંગો કરી રહ્યા છે.

કપરાડામાં કુલ 2.44 લાખ મતદારો પોતાનો મતાધિકાર નો ઉપયોગ કરવા થનગની રહ્યા છે. કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2.44 લાખ મતદારો મતદાન કરશે. અગાઉ ના ઇલેક્શન દરમ્યાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માત્ર 170 જેટલા મતોનું અંતર હતું. જેથી આ વખતે કટોકટ કહી શકાય. 

કપરાડા વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો મુદ્દે પણ લોકો માં અનેક ફરિયાદ છે અને રસ્તા,પાણી,દવાખાના જેવી પાયા ની સવલતો અંગે અગાઉ થી જ સવાલો ઉભા છે ત્યારે વચન આપીને ફરી જનારા નેતાઓ સામે પણ લોકો માં નારાજગી જોવા મળી રહી છે તેવે સમયે સ્થાનીક આગેવાનો ને વિશ્વાસ માં લઇ મતદારો ને રીઝવવા નો પ્રયાસ કરાઈ રહ્યા છે ત્યારે આ વખત ની પેટા ચૂંટણી પ્રતિષ્ઠિત જંગ બની રહેશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution