લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, માર્ચ 2026 |
વડોદરા |
2673
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં તાજેતરમાં એલપીજી બોટલ મેળવવા માટે સર્જાયેલા પેનિક વચ્ચે વડોદરા ગેસ લિ. દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં ૪૬૧૩ ડોમેસ્ટીક પાઈપ્ડ કનેક્શન અને ૯૮ જેટલા કોમર્શીયલ અને ઈન્ડ્સ્ટ્ીયલ કનેક્શનો આપવામાં આવ્યા છે. જ્યારે જ્યાં વીજીએલનું નેટવર્ક ઉપલબ્ધ છે. તે વિસ્તારમાં નવા કનેક્શનો આપવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે તેમ વીજીએલના સૂત્રોએ જણાવ્યું હતુ.
વીજીએલ દ્વારા જણાવ્યું છે કે, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા તેમજ નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગરના આદેશ મુજબ, વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પી.એન.જી. ઘરેલુ ગેસ કનેક્શન મેળવવા ઇચ્છુક ગ્રાહકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં જ્યાં વડોદરા ગેસ લિમિટેડનું પી.એન.જી. નેટવર્ક પહેલેથી જ ઉપલબ્ધ છે, તે વિસ્તારોમાં નવા કનેક્શન પ્રાથમિકતાના આધારે આપવામાં આવશે.
જ્યારે નવું પી.એન.જી. ઘરેલુ કનેક્શન મેળવવા માટે ગ્રાહકો ઓનલાઈન અરજી કરવા માટે વડોદરા ગેસ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ પર અથવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના વોર્ડ કચેરીઓ તથા ઝોનલ કચેરીઓ ખાતે જઈને નવી નોંધણી માટેના ફોર્મ મેળવી શકે છે અને જરૂરી દસ્તાવેજાે સાથે સબમિટ કરી શકે છે.વીજીએલ દ્વારા એમપણ જણાવ્યુ છે કે, વડોદરાના તમામ અપેક્ષિત અને ગ્રાહકોને પી.એન.જી. કનેક્શન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે અને સમયસર સેવા આપવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે.