લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, મે 2026 |
1980
અમદાવાદ રાજ્યનું સૌથી સુરક્ષિત શહેર છે પરંતુ જાહેરમાં કેટલાક લોકો અશ્લીલ હરકતો કરતા હોય છે જેના કારણે નાગરિકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જતા હોય છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર નો એક યુવક નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં યુવક રિવરફ્રન્ટ પર અશ્લીલ હરકતો કરે છે. ચાલતો ચાલતો રિવરફ્રન્ટ ઉપર આવે છે અને ત્યાં ઉભા ઉભા અશ્લીલ હરકતો કરે છે જે અંગે નો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો. જેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. વિડીયો વાયરલ થતાની સાથે જ જાહેરમાં આવી હરકત કરનાર શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ નજીક એક યુવક ચાલતો ચાલતો આવે છે અને અશ્લીલ હરકતો કરી રહ્યો હોય છે. ચાલતા ચાલતા થોડો આગળ આવી અને ત્યારબાદ પાળી પાસે ઉભો રહી જાય છે. જ્યાં ઉભા ઉભા હરકત કરતો હોય છે. રિવરફ્રન્ટ પર જ હાજર એક જાગૃત નાગરિક દ્વારા તેનો વિડીયો ઉતારવામાં આવી રહ્યો હોય છે. યુવક વિડીયો ઉતારનાર વ્યક્તિ સામે પણ જુએ છે છતાં પણ પોતે અશ્લીલ હરકતો ચાલુ રાખે છે. યુવક અંદાજે ૩૦ સેકન્ડ ઉભા રહી અને અશ્લીલ હરકત કરતો રહે છે.સાબરમતી રિવરફ્રન્ટ પર દરરોજ અનેક લોકો ફરવા માટે આવતા હોય છે અને ત્યાં યુવક યુવતીઓ પણ બેસતા હોય છે ત્યારે આ રીતે યુવક દ્વારા અશ્લીલ હરકત કરવામાં આવતા સાબરમતી રિવરફ્રન્ટ ની સિક્યુરિટી સામે પણ સવાલ ઉભા થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હેઠળ આવતા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સિક્યુરિટી પાછળ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ રિવરફ્રન્ટ ઉપર સિક્યુરિટી હોતી નથી. સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે પરંતુ ત્યાં ગાર્ડ હોતા નથી. સાબરમતી રિવરફ્રન્ટ પોલીસની પણ પેટ્રોલિંગ સામે સવાલ ઊભા થયા છે. રિવરફ્રન્ટ પર બેસતા કપલ ને પોલીસ દ્વારા કનડગત કરવામાં આવતા હોવાના બનાવો સામે આવતા હોય છે પરંતુ અસામાજિક તત્વો અને અશ્લીલ હરકતો કરનારા લોકોને રિવરફ્રન્ટ પોલીસ પકડતી નથી ત્યારે લોકોની સુરક્ષા સામે પણ સવાલ ઊભા થયા છે.