વડોદરા, તા ૩

૧૧ મી જુને વડોદરામાં યોજાનાર સોલોગેમી એટલે કે યુવતી પોતે પોતાનીજ સાથે લગ્ન કરવા જઇ રહી છે તેનો વિરોઘ થઇ રહ્યો છે,

ક્ષમાં બિન્દુ નાંમની સ્વરૂપવાન યુવતીએ વડોદરામાં પોતે પોતાની જ સાથે લગ્નગ્રંર્થીથી જાેડાવવાની જાહેરાત કરી છે, ક્ષમા બિન્દુએ ગોત્રી વિસ્તારમાં આવેલ હરી હરેશ્વર મંદિર ખાતે લગ્નની ઘાર્મિક વિઘિ યોજવાનું નક્કી કર્યુ હતું અને આ અંગે ડીજીટલ કંકોત્રી ઘ્વારા સ્નેહીજનો , મિત્રોને આમંત્રણ પાઠવવાની શરૂઆત પણ કરી છે ત્યારે આ અનોખા લગ્ન અંગેની જાહેરાત થતાજ તેનો વિરોઘ શરૂ થયો છે, વડોદરા શહેર ભાજપનાં ઉપપ્રમુખ અને પુર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુકલ એ આ લગ્ન ને હિન્દું સંસ્કૂર્તિ વિરોઘી લગ્ન ગણાવ્યું હતું, અને પોતેપોતાનીજ સાથે લગ્ન કરનાર યુવતી પર યુવક- યુવતીઓ ને ગેરમાર્ગે દોરી રહ્યાનો આરોપ પણ લગાવ્યો હતો, સુનિતા શુકલએ લોકસત્તા જનસત્તા વાતચીત કરતા જણાવ્યું હતું અમે હરી હરેશ્વેર મંદિરમાં આ લગ્નની વિઘિ કરવા દેવામાં આવશે નહી, વડોદરામાં કોઇપણ મંદિરમાં આ પ્રકારનાં લગ્નની ઘાર્મિકવિઘિ કરવા દેવામાં આવશે નહી, અમે વિરોઘ કરીશું.

યુવતીના વર્તમાન અને ભૂતકાળ અંગે તપાસ કરવાની માગ

પોતે પોતાની જ સાથે લગ્ન કરવાની જાહેરતા કરનાર યુવતી પોતાનું નામ ક્ષમા બિન્દું જણાવે છે જયારે તેના આઘારકાર્ડ પ્રમાણે તેનું નાંમ સોમ્યા દુબે છે યુવતીએ તેની સાચી ઓળખ લોકો સમક્ષ છુપાવી છે શહેર ભાજપ પ્રમુખ સુનિ શુકલએ યુવતીએ તેની ઓળખ કેમ છુપાવી છે તેની સામે સવાલો ઉઠાવ્યા છે અને યુવતીનાં નાં વર્તમાંન અને ભુતકાળ અંગે તપાસ કરવાની માંગ કરી છે.

લગ્ન હિન્દુ ધર્મ પર આક્રમણ સમાન

 હિન્દું ઘર્મમાં કુંભ લગ્ન કરવામાં આવે છે, જેમા યુવક- યુવતી એકલા લગ્ન કરતા હોય છે, જે યુવક- યુવતીની કુડંળીમાં બે લગ્ન યોગ હોય તે યુવક- યુવતીઓ કુંભ લગ્ન કરતા હોય છે, પરંતુ ૧૧ મી જુને વડોદરામાં યોજાનાર લગ્ન એ કુંભ લગ્ન નથી. ક્ષમાબિન્દું નામની યુવતી પોતે પોતાની જ સાથે લગ્ન કરવાની છે હિન્દું ઘાર્મિક વિઘિ પ્રમાણે લગ્ન કરવાની છે આવા લગ્ન સમાજમાં દુષણ ફેલાવતા હોય છે, ખોટી માન્યતાઓ ફેલાવતા આવા લગ્નને અમે અટકાવ્યા છે , તેમ જણાવી સુનિતા શુકલએ ઉમેર્યું હતુ કે આ લગ્ન હિન્દું ઘર્મ પર આક્રમણ સમાન છે

લગ્નના વિરોધના પગલે લગ્ન સ્થળ બદલાયું

 શહેર ભાજપ પ્રમુખ અને પુર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુકલ આજે જંયા લગ્ન યોજાવાનાં હતા. તે હરી હરેશ્વેર મંદિરમાં પોંહચી ગયા હતા અને મંદિરનાં ટ્રષ્ટ્રી અલ્પેશભાઇ ને મળી ને મંદિર પરિસરમાં આ પ્રકારનાં લગ્ન ન થાત તેની રજુઆત કરતા અહિં આવા લગ્ન નહી કરવા દેવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે, જાે કે સુનિતા શુકલએ જણાવ્યું હતું જે યુવતી ક્ષમા બિન્દુ પોતે પોતાની જ સાથે લગ્ન કરવા જઇ રહી છે તેણે પણ લગ્ન સ્થળ બદલવાની ખાત્રી આપી છે અને તે આ મંદિરમાં હવે લગ્નવી વિઘિ કરશે નહી