વિશાખાપટ્ટનમ-

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે આવેલા હિન્દુસ્તાન શિપયાર્ડમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ક્રેન પડવાથી 10 મજૂરોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે લોડિંગ કરેલા કામની ચકાસણી કરતી વખતે ક્રેન નીચે પડી હતી. અમુક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘાયલ લોકોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આ ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. પોલીસ અને રેસ્ક્યૂ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘટનામાં 10 લોકોનાં મોત થયા છે અને અનેક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે.ફસાયેલા વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. ઇજાગ્રસ્ત લોકોને તબીબી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.