ટૂર્નામેન્ટમાં ઈવાંચુક સામે હાર્યા વિશ્વનાથન આનંદ
30, જુલાઈ 2020 594   |  

ભારતીય ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદને યુક્રેનનાં વૈસિલ ઇવાંચુક સામે ચેઝ ઓનલાઇન ટૂર્નામેન્ટનાં 15,00,00 ડોલરનાં ઇનામી લીજેડ્સનાં અંતિમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો, આ સ્પર્ધામાં તેમની આઠમી હાર છે. આનંદ નવમાં સ્થાને રહ્યા.

ચારેય રમતો આનંદ અને ઇવાંચુક વચ્ચે ડ્રો થઈ હતી, ત્યારબાદ ટાઇબ્રેકરને પરિણામનો સહારો લેવો પડ્યો હતો પરંતુ તેને પણ 59 ચાલ પછી પણ બરાબરી કરી લીધી હતી. યુક્રેનિયન ખેલાડી ઇવાંચુકે નિર્ણાયક મેચમાં બ્લેક કુકડીયો સાથે રમ્યો, તેથી તેને વિજેતા જાહેર કરાયો હતો. પચાસ વર્ષનાં આનંદ સાત મેચ પોઇન્ટ સાથે નવમાં સ્થાને હતા. મેગ્નસ કાર્લસન ટૂર પર ડેબ્યૂ કરતી વખતે તેમણે બોરિસ ગોલ્ફેંડ સામે તેની એકમાત્ર જીત મેળવી હતી.

અન્ય મેચોમાં, વિશ્વની પ્રથમ ક્રમાંકિત મેગ્નસ કાર્લસને વ્લાદિમીર ક્રેમનિકને 3-1 થી હરાવી શરૂઆતનાં તબક્કામાં તમામ નવ મેચ જીતી હતી. સેમી ફાઇનલમાં હવે નોર્વેનાં કાર્લસનનો સામનો પીટર સ્વીડલર સાથે થશે, જ્યારે હંગેરીની અનિશ ગિરી રશિયાની ઇયાન નેપોમનિયાચી સામે ટકરાશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution