મતદાનના બે દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ વૉટ આપી શકાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, એપ્રીલ 2026  |   2079

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે જાેરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. એવામાં જીૈંઇની પ્રક્રિયામાં જે મતદારોના નામ કપાઈ ગયા છે તે અંગે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જાે કોઈ ટ્રિબ્યુનલ મતદાનના માત્ર બે દિવસ પહેલાં પણ મતદારનું નામ યાદીમાં જાેડવાનો આદેશ આપે, તો તે વ્યક્તિને વોટ આપવાનો અધિકાર મળશે. આ માટે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કર્યો છે. નોંધનીય છે કે બંગાળમાં જીૈંઇમાં લાખો મતદારોના નામ કપાઈ ગયા છે, જે બાદ તે લોકોએ મતદાન યાદીમાં નામ ફરીથી જાેડવા માટે ચૂંટણી પંચના ટ્રિબ્યુનલમાં અરજી છે. અરજદારોનું કહેવું છે કે ટ્રિબ્યુનલ ર્નિણય લેવામાં વિલંબ કરશે તો તેઓ વિધાનસભા ચૂંટણીમાં મત આપી શકશે. નોંધનીય છે કે ચૂંટણી પંચમાં આવી ૩૪ લાખ અરજીઓ પેન્ડિંગ છે, જેમના નામ મતદાર યાદીમાંથી કપાઈ ગયું છે પણ તેઓ ભારતના નાગરિક હોવાનો દાવો કરી રહ્યા છે. જાે ટ્રિબ્યુનલ નામ જાેડવા કે હટાવવાનો અંતિમ ર્નિણય મતદાનના બે દિવસ પહેલાં આપી દે, તો ચૂંટણી પંચે તેનો અમલ કરવો પડશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો છે કે પ્રથમ તબક્કાના મતદાન માટે ૨૧ એપ્રિલ સુધીમાં અને બીજા તબક્કા માટે ૨૭ એપ્રિલ સુધીમાં સપ્લીમેન્ટરી મતદાર યાદી જાહેર કરવી પડશે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જાે કોઈની અપીલ ટ્રિબ્યુનલમાં માત્ર પેન્ડિંગ હોય, તો તેને વોટ આપવા દેવામાં આવશે નહીં. વોટિંગ માટે ટ્રિબ્યુનલનો ફાઈનલ ઓર્ડર હોવો જરૂરી છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન ૨૩ એપ્રિલના રોજ અને બીજા તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલના રોજ યોજાવાનું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution