શહેરા, શહેરા તાલુકાના જુના ધાયકા ગામ પાસે પસાર થતી પાનમની મુખ્ય કેનાલ પાણીથી છલકાઈ હતી. પાણી ભરેલ કેનાલ માથી હજારો લીટર પાણી કોતરમાં વહેતુ જાેવા મળેલ હતુ. શહેરા તાલુકામાં આવેલ પાનમ જળાશય આધારિત મુખ્ય કેનાલ તાલુકાના જુના ધાયકા ગામ પાસેથી પસાર થતી હોય છે.આ કેનાલ માથી ખેડૂતો સિંચાઇ માટે પાણી મેળવતા હોય છે. પાનમ વિભાગ એ ખેડૂતો ના ખેતી પાકને પાણી મળી રહે તે માટે પાનમ ની સિંચાઇ કેનાલમાં પાણી છોડવામાં આવી રહયુ છે.ધાયકા પાસે પસાર થતી પાનમ મુખ્ય કેનાલ પાણીથી છલકાઈ હતી, કેનાલ સંપૂર્ણ પાણી થી ભરાઈ જતા કોતરમાં હજારો લીટર પાણી છેલ્લા બે દિવસ ઉપરાંતના સમયથી કોતરમાં વહી રહયુ છે. પાનમ સિંચાઇ વિભાગની બેદરકારીને કારણે સિંચાઇ કેનાલ માથી હજારો લીટર પાણીનો બગાડ થતો જાેઈને ખેડૂતોમા આક્રોશ જાેવા મળ્યો હતો.