લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026 |
2178
પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વણસતી પરિસ્થિતિના પગલે ભારત સરકારે બુધવારે એક મહત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની મધ્યસ્થી કરવાની ઓફર પર કટાક્ષ કરતા સ્પષ્ટ કર્યું હતું કે ભારત વૈશ્વિક રાજકારણમાં પાકિસ્તાનની જેમ ‘દલાલ દેશ’ની ભૂમિકા ભજવશે નહીં.
‘દલાલ દેશ’વાળું નિવેદન કેમ આપ્યું?
બેઠક દરમિયાન વિપક્ષી સાંસદો ધર્મેન્દ્ર યાદવ અને મુકુલ વાસનિકે સવાલ ઉઠાવ્યો હતો કે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવાની દરખાસ્ત મૂકી છે, જેને ડોનાલ્ડ ટ્રમ્પે પણ શેર કરી છે. આના જવાબમાં જયશંકરે અત્યંત આક્રમક રીતે કહ્યું, ભારત, પાકિસ્તાન જેવો કોઈ બિચોલિયો કે દલાલ દેશ નથી. પાકિસ્તાન ૧૯૮૧થી આવા કામો કરતું આવ્યું છે, તેમાં કોઈ નવી વાત નથી. જાે અમેરિકાને પાકિસ્તાન દ્વારા વાતચીત કરવી ઉપયોગી લાગતી હોય, તો ભારત તેને રોકી શકે નહીં, પરંતુ ભારત પોતે ક્યારેય આવી ભૂમિકામાં નહીં હોય. વિપક્ષી સભ્યોએ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ અને ગેસના પુરવઠામાં આવતા અવરોધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે સરકારે અગમચેતીના પગલાં રૂપે પહેલેથી જ ૪ જહાજાે સુરક્ષિત કરી લીધા છે. તેલ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ ખાતરી આપી હતી કે દેશમાં ઈંધણના પુરવઠા પર હાલ કોઈ ખતરો નથી.
સર્વપક્ષીય બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું?
સરકાર તરફથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ (અધ્યક્ષ), અમિત શાહ, ર્નિમલા સીતારમણ, એસ. જયશંકર, હરદીપ પુરી અને કિરેન રિજિજૂ. જ્યારે વિપક્ષ તરફથી અસદુદ્દીન ઓવૈસી (છૈંસ્ૈંસ્), લલન સિંહ (ત્નડ્ઢેં), સસ્મિત પાત્રા (મ્ત્નડ્ઢ), ધર્મેન્દ્ર યાદવ (જીઁ) અને જાેન બ્રિટાસ (ઝ્રઁસ્).
વિપક્ષી સભ્યોએ અંતે સરકારના ભરોસાથી સંતોષ વ્યક્ત કર્યો : કિરેન રિજિજૂ
બેઠકના અંતે કિરેન રિજિજૂએ જણાવ્યું કે તમામ વિપક્ષી સભ્યોએ અંતે સરકારના ભરોસાથી સંતોષ વ્યક્ત કર્યો છે અને દેશના હિતમાં લેવાનારા દરેક પગલામાં સરકારને સાથ આપવાની ખાતરી આપી છે. ભારતનું વલણ સ્પષ્ટ છે- તે કોઈનો પક્ષ લેવાને બદલે રાષ્ટ્રીય હિત અને પ્રાદેશિક શાંતિને પ્રાથમિકતા આપશે.
વિપક્ષના આક્ષેપો અને વડાપ્રધાનની ગેરહાજરી સામે સરકારનો વળતો પ્રહાર
કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ આ બેઠકને ‘ઘણી મોડી બોલાવેલી’ ગણાવી હતી. કોંગ્રેસ સાંસદ મણિકમ ટેગોરે સવાલ કર્યો કે ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયી કે મનમોહન સિંહ આવા ગંભીર મુદ્દે પોતે હાજર રહેતા હતા, તો પીએમ મોદી કેમ ગેરહાજર રહ્યા? સપા સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે ઈરાન પ્રત્યેના સરકારના વલણને કારણે દેશમાં જ સંકટ ઊભું થઈ શકે છે. ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જાેશીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, વિપક્ષી નેતાઓ દેશની વિદેશ નીતિને નિષ્ફળ ગણાવીને દેશની જ વિરુદ્ધમાં ઉભા છે. સરકારે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની ‘ખામોશી’એ એક વ્યૂહાત્મક હથિયાર છે અને ભારત સતત તમામ પક્ષો સાથે સંપર્કમાં છે.