ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, મે 2026  |   4554

ચીને પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન તેણે પાકિસ્તાની વાયુસેનાને ઓન-સાઇટ ટેકનિકલ સહાય પૂરી પાડી હતી. ચીની સરકારી બ્રોડકાસ્ટર ઝ્રઝ્ર્ફ પર પ્રસારિત એક ઇન્ટરવ્યુમાં, એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇના (છફૈંઝ્ર) ના એન્જિનિયરોએ ખુલાસો કર્યો કે તેઓ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનમાં હાજર હતા. અહેવાલ મુજબ, આ સંઘર્ષ દરમિયાન ચીની બનાવટના ત્ન-૧૦ઝ્રઈ ફાઈટર જેટે ભારતના ફ્રેન્ચ બનાવટના રાફેલ ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. આ પ્રથમ ઘટના છે જ્યારે ચીની બનાવટના આ વિમાને કોઈ દુશ્મન વિમાનને તોડી પાડ્યું હોય અને રાફેલ જેટ પટકાયું હોય. ચીની એન્જિનિયર ઝાંગ હેંગે જણાવ્યું કે, અમે સપોર્ટ બેઝ પર સતત એર-રેડ સાયરન અને જેટના અવાજાે સાંભળતા હતા. મે મહિનામાં ૫૦ ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી હોવા છતાં અમારી ટીમ પાકિસ્તાની સેનાને યુદ્ધના મેદાનમાં મદદ કરી રહી હતી.

 પાકિસ્તાન હાલમાં ચીન સિવાય ત્ન-૧૦ઝ્ર જેટનું સંચાલન કરતો એકમાત્ર દેશ છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર, ૨૦૨૧ થી ૨૦૨૫ વચ્ચે પાકિસ્તાનની ૮૦% શસ્ત્રોની આયાત ચીનમાંથી થઈ છે. ત્ન-૧૦ઝ્રઈ એ અત્યાધુનિક રડાર સિસ્ટમ અને એર-ટુ-એર મિસાઈલથી સજ્જ છે, જેનો ઉપયોગ ગયા વર્ષના સંઘર્ષમાં ભારત સામે કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ હવે ચીને પોતે કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution