ભારતમાં સોનું ખરીદવું એ પરંપરાગત પ્રથા છે. સોનાને માત્ર રોકાણ તરીકે જાેવામાં આવતું નથી. મહિલાઓને અલગ-અલગ પ્રકારની જ્વેલરી પહેરવી ગમે છે. ઘણા લોકો ઈમરજન્સીમાં પણ સોનું (ય્ર્ઙ્મઙ્ઘ)બેંક તરીકે રાખે છે. પરંતુ તમે ઘરે કેટલું સોનું રાખી શકો છો? મર્યાદા કરતાં વધુ સોનું રાખશો તો શું થશે? શું તમારે સોનું વેચવા પર ટેક્સ ભરવો પડશે? આવા તમામ પ્રશ્નોના જવાબો અમે તમને આપી રહ્યાં છીએ. ભારત સરકારના આવકવેરા નિયમો હેઠળ ઘરમાં સોનું રાખવાની મર્યાદા છે. આ મર્યાદા સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (ઝ્રમ્ડ્ઢ્)ના નિયમો અનુસાર, તમે તમારા ઘરમાં માત્ર ચોક્કસ માત્રામાં સોનું રાખી શકો છો. જાે તમારી પાસે આ મર્યાદા કરતાં વધુ સોનું છે, તો તમારે તેના માટે યોગ્ય સ્ત્રોત અને પુરાવા પ્રદાન કરવા પડશે. સોનાની ખરીદી સંબંધિત રસીદો સુરક્ષિત રાખવી જાેઈએ. કારણ કે જ્યારે પણ સમસ્યા થાય ત્યારે તમે એ દેખાડી શકો છો
આવકવેરા કાયદા અનુસાર પરિણીત મહિલાઓ ૫૦૦ ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે. જ્યારે અપરિણીત મહિલાઓ ૨૫૦ ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે. પુરુષોને માત્ર ૧૦૦ ગ્રામ સુધી સોનું રાખવાની છૂટ છે.જાે તમે તમારી આવકમાંથી સોનું ખરીદ્યું છે, તો તમારે તેના પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. સોનાના નિયમો અનુસાર, જાે તમે નિર્ધારિત મર્યાદામાં સોનાના દાગીના રાખ્યા હોય તો તમારા ઘરેણાં જપ્ત કરવામાં આવશે નહીં. પરંતુ જાે તમારી પાસે નિયત મર્યાદા કરતાં વધુ સોનું હોવાનું જણાય તો તમારે તમારી રસીદ બતાવવી પડશે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે સોનું જપ્ત કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઘરે સોનું રાખવા પર કોઈ ટેક્સ નથી પરંતુ જાે તમે સોનું વેચો છો તો તમારે તેના પર ટેક્સ ચૂકવવો પડશે. જાે તમે ૩ વર્ષ સુધી સોનું રાખ્યું છે અને પછી તેને વેચો છો, તો તેનાથી થયેલા નફા પર ૨૦ ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે. જાે તમે ખરીદેલ ગોલ્ડ બોન્ડ (ય્ર્ઙ્મઙ્ઘ મ્ર્હઙ્ઘ) ૩ વર્ષની અંદર વેચો છો, તો તેનો નફો તમારી આવકમાં ઉમેરવામાં આવશે. આના પર તમારા ઇન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ વસૂલવામાં આવશે. ૩ વર્ષ પછી ગોલ્ડ બોન્ડ) વેચવા પર નફા પર ૩૦% ટેક્સ લાગે છે. જાે કે, જાે તમે મેચ્યોરિટી સુધી ગોલ્ડ બોન્ડ રાખો છો, તો તેના પરના નફા પર કોઈ ટેક્સ લાગતો નથી.
Loading ...