નવીદિલ્હી,તા.૨૧
કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ ત્યારે મળે છે જ્યારે એક નિર્ધારિત સમયગાળા સુધી કોઈ એક સંસ્થામાં સેવા આપે છે. જાે નિર્ધારિત સમયગાળા પહેલા તેઓ નોકરી છોડે તો તેમને તેનો લાભ મળતો નથી. આવામાં અનેકવાર સવાલ ઉઠે છે કે શું સરકારી અને પ્રાઈવેટ જાેબ માટે ગ્રેચ્યુઈટીના નિયમ અલગ છે? આ માહિતી જાણવી તમારા માટે ખુબ જરૂરી છે.
કંપનીઓ પોતાના ઈમાનદાર કર્મચારીઓને ગ્રેચ્યુઈટીની ભેટ આપતી હોય છે. કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ ત્યારે મળે છે જ્યારે એક નિર્ધારિત સમયગાળા સુધી કોઈ એક સંસ્થામાં સેવા આપે છે. જાે નિર્ધારિત સમયગાળા પહેલા તેઓ નોકરી છોડે તો તેમને તેનો લાભ મળતો નથી. આવામાં અનેકવાર સવાલ ઉઠે છે કે શું સરકારી અને પ્રાઈવેટ જાેબ માટે ગ્રેચ્યુઈટીના નિયમ અલગ છે? આ માહિતી જાણવી તમારા માટે ખુબ જરૂરી છે.
જાે તમે સરકારી કર્મચારીઓ હોવ કે ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ તો તમારે ગ્રેચ્યુઈટીના આ નિયમ વિશે જાણવું જરૂરી છે કે તમામ માટે ગ્રેચ્યુઈટીનો નિયમ તો એક જ છે. તાજેતરમાં અલાહાબાદ હાઈકોર્ટે ગ્રેચ્યુઈટી અંગે એક આદેશ આપ્યો હતો કે જાે કર્મચારી ૬૦ વર્ષ બાદ નિવૃત્તિની પસંદગી કરે કે પછી ૬૨ વર્ષમાં રિટાયરમેન્ટ લે તો પણ તેને બંને સ્થિતિમાં ગ્રેચ્યુઈટીનો લાભ તો મળશે. હકીકતમાં અનેક કંપનીઓ કર્મચારીને ગ્રેચ્યુઈટીનો લાભ આપતી ન હતી. કારણ કે કર્મચારીએ ૬૨ વર્ષમાં રિટાયરમેન્ટનો ઓપ્શન સિલેક્ટ કરેલો છે.
ગ્રેચ્યુઈટી કંપની પોતાના કર્મચારીને આપે છે. જ્યારે કોઈ કર્મચારી ૫ વર્ષ સુધી એક જ સંસ્થામાં કામ કરે તો તેના પ્રત્યે આભાર જતાવવા માટે તેને ગ્રેચ્યુઈટી આપવામાં આવે છે. ગ્રેચ્યુઈટીનો લાભ તમામ સરકારી કર્મચારીઓની સાથે પ્રાઈવેટ કર્મચારીઓને પણ મળે છે. દેશની તમામ કંપનીઓ, ફેક્ટરીઓ, ખાણો, ઓઈલ ફિલ્ડ, પોર્ટ અને રેલવે પર પેમેન્ટ અને ગ્રેચ્યુઈટી એક્ટ લાગૂ છે. જાે કોઈ કંપની કે દુકાનમાં ૧૦થી વધુ લોકો નોકરી કરતા હોય તો પણ તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે.
કોઈ પણ સંસ્થામાં ૫ વર્ષ સુધી કામ કરવા પર કર્મચારીને ગ્રેચ્યુઈટી માટે યોગ્ય ગણવામાં આવે છે. પરંતુ કેટલાક મામલાઓમાં આ સમયમર્યાદા ઓછી પણ હોઈ શકે છે. ગ્રેચ્યુઈટી એક્ટના સેક્શન ૨એ મુજબ જાે કર્મચારી ભૂગર્ભ ખાણમાં કામ કરતા હોય તો તેઓ સતત ૪ વર્ષ ૧૯૦ દિવસ પૂરા થયા બાદ ગ્રેચ્યુઈટીનો લાભ લઈ શકે છે. અન્ય સંગઠનોમાં ૪ વર્ષ ૨૪૦ દિવસ (એટલે કે ૪ વર્ષ ૮ મહિના) બાદ ગ્રેચ્યુઈટી મળવા પાત્ર છે. ગ્રેચ્યુઈટીનો લાભ નોકરી છોડ્યા બાદ કે પછી રિટાયરમેન્ટ બાદ મળે છે. તમે નોકરી ચાલુ હોય ત્યારે તેનો લાભ લઈ શકો નહીં. જ્યારે કંપનીમાંથી રાજીનામું આપો તો તેનો લાભ મળી શકે છે. અત્રે જણાવવાનું કે ગ્રેચ્યુઇટીમાં નોટિસ પિરિયડને પણ કાઉન્ટ કરવામાં આવે છે. નોટિસ પિરિયડ પણ 'સતત સર્વિસ' સમયમાં આવે છે.
તમે ખુબ સરળતાથી ગ્રેચ્યુઈટીની ગણતરી કરી શકો છો. બેસિક પગાર અને મોંઘવારી ભથ્થાને જાેડીને ટ (૧૫/૨૬) ટ (જેટલા વર્ષ કામ કર્યું) કરીને તમે સરળતાથી ગ્રેચ્યુઈટીની ગણતરી કરી શકો છો. દાખલા તરીકે જાે તમારી બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થુ મળીને ૩૫૦૦૦ રૂપિયા થાય અને તમે ૭ વર્ષ કંપનીમાં કામ કર્યું હોય તો તમારી કુલ ગ્રેચ્યુઈટી ૩૫૦૦૦ ટ (૧૫/૨૬) ટ ૭= ૧,૪૧,૩૪૬ રૂપિયા મળશે.
Loading ...