11, જુલાઈ 2024
1782 |
શહેરમાં ટ્રાફિક પોલીસ માત્ર ખાગની વાહનચાલકોને દંડ કરવા ફરજ બજાવતી હોય તેમ લાગે છે. રિક્ષા, બસ, ગેરકાયદે મુસાફરોનું વહન કરતાં વાહનચાલકો સામે કાર્યવાહી કરતાં ટ્રાફિક પોલીસના હાથ ધ્રૂજે છે કે પછી અન્ય કોઈ કારણ તે તો હવે, તપાસ બાદ જ જાણવા મળે. ત્યારે બુધવારે સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડા તરફ જતી વિટકોસની એક બસમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેઠાં હતાં, જેના કારણે કેટલાક મુસાફરોને દરવાજા પર લટકતા મુસાફરી કરવી પડી હોવાની તસવીરો દેખાય છે. ત્યારે કાલાઘોડા પર ફરજ બજાવતા ટ્રાફિકના અધિકારીઓને શું આ બસ દેખાતી નથી અને જાે દેખાય છે તો દંડ કેમ કરવામાં આવ્યો નથી તે મોટો પ્રશ્ન છે.