લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026 |
3465
‘કોકરોચ જનતા પાર્ટી’ બન્યાના ૫ દિવસની અંદર ઇન્સ્ટાગ્રામ પર તેના ૫૬ લાખથી વધુ અને એક્સ પર લગભગ ૧ લાખ ૨૧ હજાર ફોલોઅર્સ થઈ ગયા છે. તેમાંથી ૩૦ લાખ લોકો એક જ દિવસમાં જાેડાઈ ચૂક્યા છે. તેનો નારો છે- ‘સેક્યુલર, સોશિયાલિસ્ટ, ડેમોક્રેટિક, લેઝી.’
૧૫ મેના રોજ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સીજેઆઇ સૂર્યકાંતે એક કેસની સુનાવણી દરમિયાન કેટલાક બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે કરી હતી. આ પછી મહારાષ્ટ્રના અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર આ એકાઉન્ટ બનાવવાનો ર્નિણય લીધો. લોકોનું આની સાથે જાેડાણ ચાલુ છે.જાે સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટી સરકારમાં આવે તો નિવૃત્તિ પછી કોઈપણ સીજેઆઇને રાજ્યસભામાં જવાનો પુરસ્કાર મળશે નહીં.જાે કોઈ માન્ય મત કાઢી નાખવામાં આવશે, ભલે તે રાજ્યમાં સીજેપી ની સરકાર હોય કે વિપક્ષની, ચૂંટણી પંચને યુએપીએ હેઠળ ધરપકડ કરાશે કારણ કે કોઈના મતદાનનો અધિકાર છીનવી લેવો એ આતંકવાદથી ઓછું નથી.મહિલાઓ માટે ૫૦% અનામત હશે, આ માટે સાંસદોની સંખ્યા પણ વધારશે નહીં.