26, મે 2024
792 |
મુંબઈ,તા.૨૬
ગયા અઠવાડિયે, મ્જીઈના ૩૦ શેરોવાળા સેન્સેક્સમાં ૧,૪૦૪.૪૫ પોઈન્ટ અથવા ૧.૮૯ ટકાનો ઉછાળો આવ્યો હતો. જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૫૫.૧ પોઈન્ટ અથવા બે ટકા વધ્યો હતો.
ચૂંટણી અને ત્રિમાસિક પરિણામોની સિઝન હવે સમાપ્ત થઈ રહી છે. એવામાં આ સપ્તાહે સ્થાનિક શેરબજારોમાં થોડી મજબૂતી જાેવા મળશે. જાે કે વિશ્લેષકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે તેની સાથે બજારમાં કેટલાક ઉતાર ચઢાવ પણ જાેવા મળી શકે છે. વિશ્લેષકોનું કહેવું છે કે વૈશ્વિક વલણ અને વિદેશી રોકાણકારોની વેપારી પ્રવૃત્તિઓ પણ બજારના દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ રહેશે. ગત સપ્તાહે બજારમાં રેકોર્ડ ઉછાળો જાેવા મળ્યો હતો. વિશ્લેષકોએ જણાવ્યું કે વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ અને ડોલર સામે રૂપિયાની ઉતાર ચઢાવ પર પણ રોકાણકારોની નજર રહેશે. માસિક ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટનું સેટલમેન્ટ ગુરુવારે છે. આના કારણે પણ બજારમાં ઉતાર ચઢાવ થઈ શકે છે.
વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ચોથા ક્વાર્ટરના પરિણામો હવે અંતના આરે છે. આ અઠવાડિયે ટાટા સ્ટીલ સહિત ઘણી કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે. કંપનીઓના સારા પરિણામોથી બજારની ગતિ જાળવી રાખવામાં મદદ મળી શકે છે. ચૂંટણીના પરિણામો વિદેશી સંસ્થાકીય રોકાણકારો (હ્લૈંૈંજ) ના પ્રવાહને વેગ આપી શકે છે. વૈશ્વિક મોરચે, જાપાન અને અમેરિકાના આગામી આર્થિક ડેટા તેમજ વૈશ્વિક ચલણ બજારમાં ચાલ પણ બજારના દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ રહેશે.
આ સપ્તાહ દરમિયાન બજારની નજર સામાન્ય ચૂંટણીઓ, વૈશ્વિક વલણો અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર રાખશે. અઠવાડિયા દરમિયાન ન્ૈંઝ્ર, દ્ગસ્ડ્ઢઝ્ર, ૈંઇઝ્ર્ઝ્ર અને સ્સ્ઝ્ર તેમના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. વિશ્લેષકોએ જણાવ્યું કે એકંદરે, તેઓ બજારમાં ધીમે ધીમે તેજીની અપેક્ષા રાખે છે. ચૂંટણી અને ત્રિમાસિક પરિણામોની સિઝન પૂરી થવામાં છે, તેથી બજારમાં થોડો ઉતાર-ચઢાવ જાેવા મળશે.
માર્ચ ક્વાર્ટર માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (ય્ડ્ઢઁ)ના વૃદ્ધિ દરના આંકડા શુક્રવારે જાહેર કરવામાં આવશે. ગયા અઠવાડિયે, મ્જીઈના ૩૦ શેરોવાળા સેન્સેક્સમાં ૧,૪૦૪.૪૫ પોઈન્ટ અથવા ૧.૮૯ ટકાનો ઉછાળો આવ્યો હતો. જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૫૫.૧ પોઈન્ટ અથવા બે ટકા વધ્યો હતો. શુક્રવારે દિવસ દરમિયાનના ટ્રેડિંગમાં સેન્સેક્સ ૭૫,૬૩૬.૫૦ પોઈન્ટની સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો. નિફ્ટીએ તે જ દિવસે પહેલીવાર ૨૩,૦૦૦નો આંકડો પાર કર્યો હતો. દિવસ દરમિયાનના ટ્રેડિંગ દરમિયાન તે ૨૩,૦૨૬.૪૦ ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.